ગુજરાતને ટૂંક સમયમાં મળશે નવા લોકાયુક્ત? બે વર્ષથી ખાલી પદને ભરવા સરકારી હિલચાલ

ગુજરાતના ચોથા લોકાયુક્ત જસ્ટિસ ડી.પી બુચનો 2018ના અંતિમ મહિનામાં જ કાર્યકાળ પુર્ણ થયો હતો. ત્યારથી અત્યાર સુધી એટલે કે 2 વર્ષથી ગુજરાતનુ લોકાયુક્તનું પદ ખાલી હતું. જો કે હવે સરકારે મોડે મોડે પણ લોકાયુક્તનું ખાલી પદ ભરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં નવા લોકાયુક્તની નિમણુક અંગે વિપક્ષી નેતા પરેશ ધાનાણી સાથે સંતલસ થઇ હતી. ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ દ્વારા નિવૃત જજને આપેલી પેનલ અંગે વિચાર કરીને સરકાર દ્વારા ટુંક સમયમાં લોકાયુક્તની નિમણુંક કરવામાં આવી શકે છે.
ગુજરાતને ટૂંક સમયમાં મળશે નવા લોકાયુક્ત? બે વર્ષથી ખાલી પદને ભરવા સરકારી હિલચાલ

ગાંધીનગર : ગુજરાતના ચોથા લોકાયુક્ત જસ્ટિસ ડી.પી બુચનો 2018ના અંતિમ મહિનામાં જ કાર્યકાળ પુર્ણ થયો હતો. ત્યારથી અત્યાર સુધી એટલે કે 2 વર્ષથી ગુજરાતનુ લોકાયુક્તનું પદ ખાલી હતું. જો કે હવે સરકારે મોડે મોડે પણ લોકાયુક્તનું ખાલી પદ ભરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં નવા લોકાયુક્તની નિમણુક અંગે વિપક્ષી નેતા પરેશ ધાનાણી સાથે સંતલસ થઇ હતી. ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ દ્વારા નિવૃત જજને આપેલી પેનલ અંગે વિચાર કરીને સરકાર દ્વારા ટુંક સમયમાં લોકાયુક્તની નિમણુંક કરવામાં આવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં પ્રથમ લોકાયુક્ત તરીકે જસ્ટીસ ડી.એચ શુક્લની નિમણુંક 26 જુલાઇ 1988ના રોજ થઇ હતી. તેઓએ 1993 સુધી પોતાની ફરજ બજાવી હતી. ત્યારબાદ તબક્કાવાર લોકાયુક્તની નિમણુંક થતી રહી હતી. જેમાં કમલા બેનીવાલ દ્વારા જસ્ટિસ આર.એ મહેતાની થયેલી નિમણુંગ વિવાદિત બની હતી. 

જો કે હાલમાં 2 વર્ષથી ખાલી પડેલું પદ ફરી એકવાર ભરવા માટે સરકારમાં હલચલ ચાલી રહી હોવાનું સુત્રો ગણગણી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1986નો લોકાયુક્ત એક્ટ ગુજરાત સરકારનાં તમામ મંત્રીઓ, મુખ્યમંત્રી અને પદાધિકારીઓ સામે ભ્રષ્ટાચાર કૌભાંડ અને ગેરરીતિનાં આક્ષેપોની સ્વતંત્ર તપાસ કરવાનો અધિકાર ધરાવે છે. જો કે 2013માં અમલમાં આવેલો નવો કાયદો હજી સુધી રાજ્ય સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યો નથી. નવા કાયદા અનુસાર કોઇ પણ જાહેર સંસ્થાની તપાસ કરવા માટેનાં અધિકારો લોકાયુક્તને મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news