ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર, તાપીના શિક્ષકે પોતાના અપહરણનું નાટક કરીને પોલીસ સુધી રાજસ્થાન દોડાવી
teacher kidnapping drama : સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષદ ગામીતની પુત્રીએ અપહરણની ફરિયાદ કરતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ત્યારે તપાસના અંતે શિક્ષકે પોતાના જ અપહરણનું ષડયંત્ર રચ્યું હોવાનું બહાર આવતા આજે એક શિક્ષક શાળાની જગ્યાએ પોલીસ સ્ટેશનમાં કેદ થઇ ગયો
Trending Photos
નરેન્દ્ર ભૂવેચિત્રા/તાપી :તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીકથી ગતરોજ સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકનું 4 અજાણ્યા ઈસમોએ અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જે બનાવમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, શિક્ષકે જ પોતાના અપહરણ થયાનું નાટક કરી પોલીસને ગુમરાહ કરી હતી. જેને લઈ પોલીસે શિક્ષકને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીકથી ગત તારીખ 5 એપ્રિલના રોજ શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષદ ગામીતનું અપહરણ કરાયુ હોવાનુ સામે આવ્યું. 4 જેટલા વ્યક્તિઓએ તેમની જ કારમાં અપહરણ કર્યું હોવાની ફરિયાદ વ્યારા પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રીએ આપી હતી. વ્યારા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેમની શોધખોળ શરૂ કરી હતી. જેમાં શિક્ષક રાજસ્થાનમાં હોવાનું બહાર આવતા તાપી પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી હતી અને શિક્ષકને વ્યારા લઈ આવી હતી.
શિક્ષકના અપહરણની ફરિયાદ થતાની સાથે જ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં શિક્ષક રાજસ્થાનમાં હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈ શિક્ષક હર્ષદ ગામીતને વ્યારા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી પૂછપરછ કરાઈ હતી. શિક્ષકે પોતાના અપહરણનું ષડયંત્ર રચ્યું હોવાનું ખુલ્યું હતું. જેને લઈ પોલીસને ગુમરાહ કરવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષદ ગામીતની પુત્રીએ અપહરણની ફરિયાદ કરતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ત્યારે તપાસના અંતે શિક્ષકે પોતાના જ અપહરણનું ષડયંત્ર રચ્યું હોવાનું બહાર આવતા આજે એક શિક્ષક શાળાની જગ્યાએ પોલીસ સ્ટેશનમાં કેદ થઇ ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે