પેપરલીક અમારી મહેનત પર પાણી ફેરવી દે છે... નાયબ સેક્શન ઓફિસરની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારનું દર્દ છલકાયું

Government Jobs : આજે રાજ્યમાં નાયબ સેક્શન ઓફિસર વર્ગ 3ની 80 જગ્યા માટે તો શાળામાં આચાર્ય બનવા માટે લેવાતી એચમેટની પરીક્ષા... પરીક્ષ કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત....

પેપરલીક અમારી મહેનત પર પાણી ફેરવી દે છે... નાયબ સેક્શન ઓફિસરની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારનું દર્દ છલકાયું

ગૌરવ દવે/રાજકોટ :રાજ્યમાં આજે બે સરકારી પરીક્ષાઓ લેવાઈ રહી છે. જેના માટે મોટી સંખ્યામાં ઉમેદવારો સવારથી જ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. આજે નાયબ સેક્સન ઓફિસરની વર્ગ-3ની GPSC ની પરીક્ષા લેવાઈ રહી છે. તેમજ પ્રાથમિક શાળાના આચાર્યની ભરતી માટેની H-MET પરીક્ષા લેવાઈ રહી છે. નાયબ સેક્સન ઓફિસરની વર્ગ-3ની 80 જગ્યા માટે પરીક્ષા યોજાઈ રહી છે. ત્યારે પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. ત્યારે ઉમેદવારોને મનમાં એક જ ડર છે કે, પેપરલીક ન થાય.  

આજે રાજ્યભરમાં જી.પી.એસ.સીની પરીક્ષા યોજાઇ રહી છે ત્યારે રાજકોટમાં પણ જીપીએસસી સુપરક્લાસ -૩ ઓફ્સિર માટેની પરીક્ષા શહેરના અલગ અલગ કેન્દ્રો પર લેવાઈ રહી છે. શહેરના કુલ 60 કેન્દ્ર પર આ પરીક્ષા લેવાઇ રહી છે. જેમાં 586 બ્લોક પરથી 13,387 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. તાજેતરમાં જ રાજકોટમાં પેપર ફૂટવાની ઘટના બની હતી. ત્યારે આ પરીક્ષાને લઈને તંત્ર પણ એલર્ટ છે. સવારે 11:00 વાગ્યે આ પરીક્ષા શરૂ થઈ હતી. જે બપોરે 1:00 કલાકે પૂર્ણ થશે.

દૂર દૂરથી ઉમેદવારો આ પરીક્ષા આપવા માટે આજે રાજકોટ પહોંચ્યા હતા. ત્યારે પરીક્ષા આપવા આવેલી એક ઉમેદવાર રીના ધોળકિયાએ પેપરલીક ન થાય તેવી પ્રાર્થના કરી હતી. તેણે કહ્યુ હતું કે, જ્યારે પેપર લીકના સમાચાર આવે છે ત્યારે કોઈપણ સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારનું મોરલ તૂટી જાય છે. ઉમેદવારે કરેલી વર્ષોની મહેનત પાણીમાં જાય છે. દરેક ઉમેદવાર કોઈપણ સરકારી પરીક્ષા માટે 10 થી 20 કલાક જેટલું વાંચન કરતા હોય છે અને એક પેપર લીક તેની વર્ષોની મહેનત પર પાણી ફેરવી દે છે. રાજ્ય સરકારે એક એવી કડકમાં કડક વ્યવસ્થા ઉભી કરવી જોઈએ અને વધુમાં વધુ ટ્રેઇન શિક્ષકોને રાખી પેપર લીક ન થાય તે માટે ખાસ તૈયારી ગોઠવવી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news