રાજ્યના શિક્ષકો માટે ખુશખબર, 21 દિવસનું દિવાળી વેકેશન, સત્રાંત અંગે કોઇ નિર્ણય નહી
Trending Photos
અમદાવાદ : કોરોનાના હાહાકારને કારણે રાજ્ય સરકારે એક મહિના પહેલા શાળાઓ દિવાળી સુધી નહી ખોલવાનો નિર્ણય કર્યો છે. દિવાળી બાદ કોરોનાની સ્થિતી સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે. આ વચ્ચે આજે શિક્ષકો માટે એક ખુશ ખબર આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હવે શિક્ષકોને 21 દિવસનું દિવાળી વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે. આમ શિક્ષકો માટે વેકેશન 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી સુધી દિવાળી વેકેશન રહેશે. જ્યારે સત્રાંત પરીક્ષા અંગે નિર્ણય લેવાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રતિવર્ષ શાળાકીય પ્રવૃતિ કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં નિયત કરવામાં આવતા તારીખો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લાગુ પડે છે. જો કે ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે પ્રત્યક્ષ શૈક્ષણીક કાર્ય શરૂ થઇ હોવાથી ગુજરાતનું શાળાકીય કેલેન્ડર નિયત થઇ શક્યું નથી. સત્રાંત પરીક્ષા અંગે હવે પછી અલગથી સુચના આપવામાં આવશે.
ગુજરાતમાં શાળા ક્યારથી શરૂ કરવી તે બાબતે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથે વેબિનારમાં ચર્ચા થઇ હતી. જો કે દેશનાં અન્ય રાજ્યો તબક્કાવાર શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે પરંતુ હાલ ગુજરાતમાં સ્થિતી પ્રમાણમાં વિપરિત હોવાનાં કારણે શાળાઓ ચાલુ નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાલીઓ પણ પોતાના બાળકોને શાળાએ મોકલવા માટે તૈયાર નહોતા જેના કારણે આખરે સરકાર દ્વારા શાળાઓ હાલ પુરતી નહી ખોલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળાઓ દીવાળી બાદ શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે