RAJKOT: વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા માટે મોટા સમાચાર, હવે ખાદ્યતેલોના ભાવમાં...
તહેવાર પૂર્ણ થતાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો હતો. ખાદ્યતેલની બજાર ખુલતા જ સોંગતેલનો ડબ્બો 2800 થી 2850 ના ભાવે પહોંચ્યો હતો. સીંગતેલના ડબ્બે 10 રૂપિયાનો વધારો થયો હતો.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: ગૃહિણીઓ માટે સારા સમાચાર સામે આવ્યાં છે. તહેવારો બાદ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. સીંગતેલના ભાવમાં માં બે દિવસમાં રૂ. 40નો ઘટાડો થયો છે. જેના કારણે સિંગતેલનો નવો ડબ્બો રૂ. 2855 થી 2905માં વેંચાઈ રહ્યો છે. એવી જ રીતે કપાસિયાના તેલના ભાવમાં રૂ.15 ઘટડવામાં આવ્યા છે. જેથી કપાસિયા તેલના નવા ડબ્બાનો ભાવ રૂ. 2450 થી 2500માં વેંચાઈ રહ્યો છે.
15 દિવસમાં રૂ.180 થી 200ના વધારા બાદ સીંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલનો નવો ડબ્બો રૂ. 2855 થી 2905માં વેંચાયો. સીંગતેલ સાથે કપાસિયા તેલના ભાવમાં પણ રૂ.15નો ઘટાડો થયો. કપાસિયા તેલનો નવો ડબ્બો રૂ. 2450 થી 2500માં વેંચાયો.
તહેવાર પૂર્ણ થતાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો હતો. ખાદ્યતેલની બજાર ખુલતા જ સોંગતેલનો ડબ્બો 2800 થી 2850 ના ભાવે પહોંચ્યો હતો. સીંગતેલના ડબ્બે 10 રૂપિયાનો વધારો થયો હતો. પામોઇલના ભાવમાં તોતિંગ રૂ.165નો વધારો નોંધાયો હતો. તહેવારમાં કમાઈ લેવા પામઓઈલના ભાવ સટોડીયાઓએ ઘટવા ન દીધા.પામોઇલના ડબ્બાના ભાવ 1920 -1925 ના ભાવે વેંચાયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે