શિક્ષકની ગરજ સારે છે આ મશીન, ગુજરાતના છેવાડાના બાળકો આવી રીતે ભણે છે

Gujarat Education : ગીરના અંતરિયાળ ગામમાં શિક્ષક રજા પર હોય ત્યારે બાળકો ‘મશીન’ પાસેથી ભણે છે, મશીનમાં વિદ્યાર્થીઓના અભ્યાસના તમામ કોર્સ અને વિષય ફીડ કરાયેલા છે, જેમાં જાતે ભણી શકાય છે 

શિક્ષકની ગરજ સારે છે આ મશીન, ગુજરાતના છેવાડાના બાળકો આવી રીતે ભણે છે

Education News : શિક્ષણ ક્ષેત્રે હવે ગુજરાત નવા નવા માઈલસ્ટોન સાબિત કરી રહ્યું છે. ગુજરાતમાં હવે નવા નવા પ્રયોગો થઈ રહ્યાં છે, અને શિક્ષણમાં નવી નવી ટેકનોલોજી આવી રહી છે. ત્યારે ગીર જંગલમા આવેલ ડોડી નેસમાં કંઈક અજુગતુ જોવા મળ્યું. ગીર જંગલના નેસડા એટલે પ્રાથમિક સુવિધાઓ પણ ન મેળવતો વિસ્તાર, આવામાં શિક્ષણ ક્યાંથી મળે. ત્યારે નેસમાં વસતા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણથી વંચિત ના રહે તે માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અહીં શિક્ષક ન આવે તો પણ વિદ્યાર્થીઓને કોઈ ચિંતા હોતી નથી. શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થીઓ ભણે છે. અહી એક એજ્યુકેશન મશીન કિયોસ્ક મૂકાયુ છે, જ્યાં વિદ્યાર્થીઓ જાતે જ ભણે છે. 

ઉનાથી લગભગ 50 કિમી દૂર તુલસીશ્યામ અને ભીમચાસ પાસે ગીર જંગલમાં ડોડીનેસ આવેલું છે. જ્યાં માલધારીઓના 22 ખોરડા છે. અહી વીજળીનો કોઈ ઠેકાણા હોતા નથી. બધુ સોલારથી સંચાલિત છે. એક સરકારી શાળા આવેલી છે, જે સોલાર પાવરથી સંચાલિત છે. જ્યાં ભાગ્યેજ મોબાઈલ કવરેજ મળી રહે છે, તેવી આ સ્કૂલમાં એક મશીન આર્શીવાદ સમાન બન્યું છે. આ મશીન ચાંપરડાના મુક્તાનંદ બાપુએ પોતાના આનંદધારા પ્રોજેક્ટ અંતર્ગત આપ્યું છે.

આ મશીન એક પ્રકારનું એજ્યુકેશન કિયોસ્ક છે. મુક્તાનંદ બાપુએ અભ્યાસમાં રસ કેળવાય એ માટે આનંદ ધારા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં ગીરના 70 નેસડાની શાળાઓને દતક લીધી છે. જેમાં 17 શાળામાં રેનોવેશન, 8 માં શેડ અને 2 શાળામાં આ એટીઈ મશીનો આપ્યા છે. 

આ મશીન વિદ્યાર્થીઓ માટે ઓપરેટ કરવું બહુ જ સરળ છે. અહીં ત્રણ શિક્ષકો ભણાવવા આવે છે, કુલ 22 બાળકો છે. પરંતુ શિક્ષક ન આવે તો આ મશીન શિક્ષકની ગરજ સારે છે. મશીનમાં 1 થી 8 ધોરણના તમામ વિષયોનું સિલેબસ ઈન્સ્ટોલ કરાયું છે. જે ઓડિયો અને વીડિયો બંને સ્વરૂપમાં છે. આ મશીન ઓપરેટ કરવું બહુ જ સરળ છે. વિદ્યાર્થીઓને જે ભણવું હોય તેઓ જાતે જ ભણી શકે છે.  

જ્યારે કોઈ શિક્ષક રજા પર હોઈ અથવા વહીવટી કામમાં રોકાયેલા હોય ત્યારે આ મશીન થકી બાળકો ભણે છે. આ મશીનમાં તેમનો કોર્સ પણ શિક્ષકની ગેરહાજરીમાં પૂરો થઈ જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news