અંબાજી જતા યાત્રીઓ માટે માઠા સમાચાર, ચાચર ચોકમાં નહીં રમી શકો ગરબા પરંતુ...
નવરાત્રિ મહોત્સવના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે જેના નામે વિશ્ર્વ ભરમાં ગરબા રમાય છે તેવી માં અંબાના મુળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે બીજા વર્ષે પણ નવરાત્રિ ગરબા મહોત્સવ નહીં મનાવાય
Trending Photos
પરખ અગ્રવાલ/ અંબાજી: નવરાત્રિ મહોત્સવના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે જેના નામે વિશ્ર્વ ભરમાં ગરબા રમાય છે તેવી માં અંબાના મુળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે બીજા વર્ષે પણ નવરાત્રિ ગરબા મહોત્સવ નહીં મનાવાય. હાલમાં કોરોનાની મહામારીના કારણે સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે અંબાજીમાં ચાચર ચોકમાં ગરબા રમી નહીં શકાય.
આગામી તારીખ 07 ઓકટોબરના ગુરુવારથી માં અંબેનો ચાચર ચોક ખૈલેયાઓ વગર સુમસાન જોવા મળશે પણ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ જ રહેશે. જેથી શ્રધ્ધાળુઓ નવરાત્રિના દિવસોમાં માતાજીના દર્શનનો લાભ લઈ શકશે. 07 ઓકટોબર ના ગુરુવારે નવરાત્રિના પ્રથમ દિવસે નીજ મંદિરમાં ઘટ સ્થાપના પણ કરાશે. નવરાત્રિ દરમ્યાન યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તેમાટે દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
ઘટસ્થાપન આસો સુદ એકમના 07 ઓકટોબરના ગુરુવારના સવારે 10.30 કલાકે શરુ કરવામાં આવશે, જ્યારે 13 ઓક્ટોમ્બરે દુર્ગાષ્ટમીના રોજ સવારની આરતી 6.00 કલાકે અને જવારા ઉત્થાપન 11.10 કલાકે થશે. જ્યારે નવરાત્રિથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે.
સવારે આરતી- 7.30 થી 8.00 કલાક
સવારે દર્શન- 8.00 થી 11.30 કલાક
બપોરે દર્શન- 12.30 થી 4.15 કલાક
સાંજે આરતી- 6.30 થી 7.00 કલાક
જ્યારે સાંજે દર્શન 7.00 થી રાત્રીના 9.00 કલાક સુધી કરી શકાશે
હાલમાં કોરોનાની મહામારીના કારણે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ સતત બીજા વર્ષે પણ મુલત્વી રાખવામાં આવ્યો છે પણ મંદિરમાં દર્શન આરતીનો લ્હાવો લઈ શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે