સુરતમાંથી 42 કિલો બિનવારસી ગાંઝો ઝડપાયો, બીજી તરફ 5 લાખનું ડ્રગ્સ ઝડપાયું

સુરતમાં ટ્રેન દ્વારા ગાંજો ઉતારવાની ઘટના છાશવારે બનતી રહે છે. પોલીસ છાશવારે ગાંજાનો જથ્થો ઝડપતી રહે છે

સુરતમાંથી 42 કિલો બિનવારસી ગાંઝો ઝડપાયો, બીજી તરફ 5 લાખનું ડ્રગ્સ ઝડપાયું

સુરત : સુરતમાં ટ્રેન દ્વારા ગાંજો ઉતારવાની ઘટના છાશવારે બનતી રહે છે. પોલીસ છાશવારે ગાંજાનો જથ્થો ઝડપતી રહે છે. ગાંજાની હેરાફેરી માટેનો સૌથી સરળ રસ્તો ભારતીય રેલવે બની ચુક્યું છે. મુંબઇથી સુરત અને અમદાવાદ આવતી ટ્રેનમાં ગાંઝાની ખુબ મોટા પ્રમાણમાં હેરાફેરી થાય છે. એક સુટકેસ અને બે બેગ ભરીને ગાંજો સુરત રેલવે સ્ટેશને રઝળથી હાલતમાં મુકીને આરોપી પલાયન થઇ ગયા હતા. અત્યાર સુધીમાં ગાંઝાની કુલ કિંમત 2.5 લાખ રૂપિયા હોવાનું રેલવે પોલીસ (GRP) દ્વારા જાણવા મળ્યું હતું. 

સુરતમાંથી ડ્રગ્સનો જથ્થો પણ ઝડપાયો
મુંબઇ થી ડ્રગ્સ નો જથ્થો સૂરત માં વેચાણ માટે લાવતા બે આરોપીઓને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. જેઓની પાસે થી પોલીસે રૂ 4.78 લાખ ની કિંમત નો 95.6 ગ્રામ નો ડ્રગ્સ નો જથ્થો કબ્જે કર્યો હતો.એસઓજી પોલીસ ને બાતમી મળી હતી કે ગુલામ ઉર્ફે લાલો મુંબઇ થી ડ્રગ્સ લાવી સુરત માં વેચાણ માટે આવી રહ્યો છે. જે બાતમી ના આધારે એસઓજી પોલીસે રાંદેર પીપરદીવાળા સ્કૂલ પાસે થી ગુલામ ઉર્ફે લાલા જીલાની ની ધરપકડ કરી હતી. જેની પાસે થી પોલીસે રૂ 4.78 લાખ ની કિંમત નો 95.6 ગ્રામ ડ્રગ્સ નો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસ પૂછપરછ માં તેને કબૂલાત કરી હતી કે આ ડ્રગ્સ તેને સરફરાઝ પટેલ એ મગાવ્યો હતો. 

જેથી પોલીસે સરફરાઝ ની પણ ધરપકડ કરી હતી. સરફરાઝ આ ડ્રગ્સ ને જુદી જુદી જગ્યાએ વેચતો હતો. ખાસ કરીને સરફરાઝ રાંદેર, અડાજણ જેવા વિસ્તારોના યુવા વર્ગ ને નિશાન બનાવતો હતો. આ ઉપરાંત સરફરાઝ બોડી બિલ્ડીંગ નું કામ કરતો હતો. જેથી જિમ માં આવતા લોકો ને પણ તે ડ્રગ્સ પ્રોવાઇડ કરતો હતો. હાલ એસઓજી પોલીસે આ ડ્રગ્સ ના નાના ડિલરો કોણ છે, ક્યાંથી લાવવામાં આવતું હતું તે અંગે તપાસ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news