સુરેન્દ્રનગર સહીત 4 જિલ્લામાં આતંક! આ ગેંગ કપડાં ઉતારીને એવું કામ કરતી કે... પોલીસ ગૂંચવાઈ

જોરાવરનગર પોલીસ ટીમે ચડ્ડી બનીયાનધારી ગેંગના પાંચ શખ્સોને રૂપિયા 2.35 લ‍ાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ, મોરબી અને બોટાદ જિલ્લામાં પણ આ ગેંગે અનેક ફેક્ટરી અને મકાનોને નિશાન બનાવ્યા છે.

સુરેન્દ્રનગર સહીત 4 જિલ્લામાં આતંક! આ ગેંગ કપડાં ઉતારીને એવું કામ કરતી કે... પોલીસ ગૂંચવાઈ

ઝી બ્યુરો/સુરેન્દ્રનગર: જિલ્લા સહીત 4 જિલ્લામાં કુલ 58 ચોરીને અંજામ આપી લાખો રૂપિયાની ચોરી કરનાર ચડ્ડી બનીયાનધારી ગેંગને ઝડપી લેવામાં સુરેન્દ્રનગર પોલીસને સફળતા મળી છે. જોરાવરનગર પોલીસ ટીમે ચડ્ડી બનીયાનધારી ગેંગના પાંચ શખ્સોને રૂપિયા 2.35 લ‍ાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. સુરેન્દ્રનગર ઉપરાંત રાજકોટ, મોરબી અને બોટાદ જિલ્લામાં પણ આ ગેંગે અનેક ફેક્ટરી અને મકાનોને નિશાન બનાવ્યા છે.

સુરેન્દ્રનગર શહેરના રતનપર બાયપાસ રોડ પર થોડા દિવસો અગાઉ એક સાથે પાંચથી વધુ ફેક્ટરીમાં તસ્કરો ત્રાટક્યા હતાં. એક સાથે પાંચ ફેક્ટરીના તાળા તુટતા જોરાવરનગર પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા જેમાં ફેક્ટરીના સીસીટીવી ફુટેજમાં ચોરી કરતી ચડ્ડી બનીયાનધારી ગેંગ કેદ થઇ ગઇ હતી. 

આથી જોરાવરનગર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ઘનિષ્ઠ તપાસ હાથ ધરતા પાંચેય શખ્સો મુળ દાહોદ બાજુના હોવાની વિગતો મળતા પોલીસે વોચ ગોઠવી હતી અને ચોરીમાં સામેલ આ પાંચેય શખ્સો સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ પાસે આવ્યા હોવાની બાતમી મળતા જોરાવરનગર પોલીસે પાંચેય શખ્સોને ઝડપી લીધા હતાં. પાંચેય શખ્સો પાસેથી રોકડા રૂપિયા 2.20 લાખ તેમજ મોબાઇલસહીત કુલ રૂપિયા 2.35 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. 

પોલીસે પાંચેય શખ્સોની પુછપરછ હાથ ધરતાં છેલ્લા બે વર્ષમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને મોરબી જિલ્લામાં કુલ 58 ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. આ ગેંગ દ્વારા ચોરી કરવા માટે ખાસ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવતી હતી જેમાં દિવસ દરમિયાન ગેંગન‍ અમુક સભ્યો ફેક્ટરીની રેકી કરી આવતા જ્યાં ચોકીદાર ન હોય તેવી ફેક્ટરીમાં રાત્રીના સમયે ત્રાટકતા હતા અને ગેંગના દરેક સભ્ય પોતાના શર્ટ કાઢી માથા પર બાંધી દેતા હતા અને પેન્ટ કાંઢી કમર પર વીંટાળી દઇ તેમાં પથરા ભરી દેતા હતાં. આથી ચોરી કરવા દરમિયાન કોઇ સાથે અથડામણ થાય તો પથ્થરો વડે હુમલો કરી શકાય. 

આ ઉપરાંત આ ગેંગની બીજી પણ એક ખાસીયત હતી કે ચોરી કરવા સમયે ગેંગના તમામ સાગરીતો ચડ્ડી બનીયાન પહેરી સમગ્ર શરીર પર તેલ લગાવી નિકળતા જેથી ચોરી કરવા સમયે કોઇ સાથે ઝપાઝપી થાય અને ગેંગના સાગરીતે ઝડપી લે તો શરીર પર લગાવેલ તેલના કારણે આ ગેંગ સરળતાથી છટકી જઇ શકે. 

પોલીસે હાલ તો ગેંગના પાંચ સભ્યોને ઝડપી લઇ પ્રાથમિક પુછપરછ કરતા જ 4 જિલ્લાની 58 ચોરીના ગુનાના ભેદ ઉકેલાયા છે, ત્યારે આ આરોપીની વધુ પુછપરછમાં બીજા ગુનાઓના ભેદ ઉકલાય તેવી પણ આશા છે. જો કે ગેંગનો એક સાગરીત હજુ પણ પોલીસ પકડથી દુર છે તેને ઝડપી લેવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીના નામ

  • 1-સોબન મોજીભાઇ બારીયા
  • 2-મંડુ ઉર્ફે વીરસીંગ ભાવસીંગ પલાસા
  • 3-પપ્પુ ભાવસીંગ પલાસા
  • 4-ગજાનન માનસીંગ બારીયા
  • 5-મુકેશ માલસીંગ રાઠોડ 

મંગળ-ગુરૂની યુતિથી બનશે નવપંચમ યોગ, આ ચાર જાતકો પર ધનવર્ષાની સંભાવના

ફરાર આરોપી

  • 1-ભાદર હાવસીંગભાઇ ભાભોર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news