GANDHINAGAR: શિવાંશનો તેની માતા સાથેનો અંતિમ VIDEO જોઇ પોક મુકીને રડી પડશો

 ગાંધીનગરના (gandhinagar) પેથાપુરમાં મળી આવેલા શિવાંશ (Shivansh) ના માતાપિતા સુધી પોલીસ આખરે પહોંચી ગઈ છે. તેના માતાનું નામ મહેંદી ઉર્ફે હિના પેથાણી અને પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું ખૂલ્યુ છે. સચિન અને મહેંદીના બે વર્ષના રંગરેલિયા બાદ શિવાંશનો જન્મ થયો હતો. હવે સચિને પોતાની ગર્લફ્રેંડ હિનાની હત્યા કરીને શિવાંશને તરછોડી દીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ પ્રણય ત્રિકોણમાં 2 પરિવાર ખેદાનમેદાન થઇ ચુક્યા છે. હીનાનું મોત થતા શિવાંશ માતા વગરનો થયો છે. પિતા જેલમાં જવાના કારણે હવે પિતા પણ નથી રહ્યા. તો બીજી તરફ સચિનનો પોતાનો પુત્ર અને પત્ની ઉપરાંત પરિવાર પણ નોધારા બની ચુક્યા છે. 
GANDHINAGAR: શિવાંશનો તેની માતા સાથેનો અંતિમ VIDEO જોઇ પોક મુકીને રડી પડશો

ગાંધીનગર :  ગાંધીનગરના (gandhinagar) પેથાપુરમાં મળી આવેલા શિવાંશ (Shivansh) ના માતાપિતા સુધી પોલીસ આખરે પહોંચી ગઈ છે. તેના માતાનું નામ મહેંદી ઉર્ફે હિના પેથાણી અને પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું ખૂલ્યુ છે. સચિન અને મહેંદીના બે વર્ષના રંગરેલિયા બાદ શિવાંશનો જન્મ થયો હતો. હવે સચિને પોતાની ગર્લફ્રેંડ હિનાની હત્યા કરીને શિવાંશને તરછોડી દીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ પ્રણય ત્રિકોણમાં 2 પરિવાર ખેદાનમેદાન થઇ ચુક્યા છે. હીનાનું મોત થતા શિવાંશ માતા વગરનો થયો છે. પિતા જેલમાં જવાના કારણે હવે પિતા પણ નથી રહ્યા. તો બીજી તરફ સચિનનો પોતાનો પુત્ર અને પત્ની ઉપરાંત પરિવાર પણ નોધારા બની ચુક્યા છે. 

જો કે તેવામાં હિના પોતાના પુત્ર શિવાંશને રમાડી રહી હોય તેવો એક વીડિયો ZEE 24 KALAK પાસે EXCLUSIVE આવ્યો છે. આ વીડિયો જોઇને કોઇની પણ આંખમાં આસુ આવી જાય તેવો આ વીડિયો છે. 10 મહિનાના શિવાંશને તેની માતા રમાડી રહી છે. જો કે આ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, માતા-પુત્ર ખુબ જ ખુશ છે. શિવાંશને પણ ખબર નહી હોય કે આ તેનો માતા સાથેનો છેલ્લો વીડિયો છે. આ વીડિયોમાં માતા અને બાળક બંન્ને ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. 

જે વ્યક્તિ આ ઘટનાક્રમ અંગે માહિતગાર હોય અને જો આ વીડિયો જુએ તો ચોક્કસ તેની આંખો સજળ બને. નોંધનીય છે કે, સચિન દીક્ષિત નામના નરપિશાચે યુવતી સાથે રંગરેલિયા મનાવ્યા અને જ્યારે જવાબદારી આવી તો તેમાંથી ભાગી છુટવા માટે ન માત્ર હિનાની હત્યા કરી પરંતુ પોતાના જ બાળકને રઝળતો છોડી દીધો હતો. જો કે બાળકનો મુદ્દો હાઇપ્રોફાઇલ બનતા ગૃહમંત્રી પણ દોડી આવ્યા અને સમગ્ર મુદ્દે પોલીસ પણ દોડતી થઇ હતી. સમગ્ર મામલો 24 કલાક જેટલા ઓછા સમયમાં ઉકેલી નાખ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news