ભીખુ દલસાણિયાને ભાજપમાં સોંપાઇ મહત્વની જવાબદારી
ભીખુભાઇ દલસાણિયાને બિહાર ભાજપના સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યાં છે. જેઓ અગાઉ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રહી ચૂક્યાં છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ભીખુભાઇ દલસાણિયાને બિહાર ભાજપના સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યાં છે. જેઓ અગાઉ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રહી ચૂક્યાં છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીઓના દોઢ વર્ષ પહેલા ભાજપ સંગઠન (gujarat bjp) માં મોટો બદલાવ આવ્યો છે. છેલ્લા 13 વર્ષથી સંગઠન મહામંત્રી રહેલા ભીખુભાઇ દલસાણીયાની જગ્યાએ ઉત્તર પ્રદેશના રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારે હવે હવે બિહાર ભાજપના સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણિયાની નિયુક્તિ કરવામાં આવી છે.
ભીખુભાઈ દલસાણિયાના પોઝિટિવ પાસા
- મૂળ જામનગરના ધ્રોલના વતની ભીખુ દસલાણિયા આરએસએસ સંગઠન સાથે સૌથી પહેલા જોડાયા હતા
- તેઓ પીએમ મોદીની માફક નાનપણથી સંઘના પ્રચારક રહ્યાં છે
- તેઓ ચૂંટણી લડવાના અનુભવી નથી, પણ છતાં સંગઠનમાં મહત્વની ભૂમિકા ભજવે છે
- સંઘના વિચારોને વરેલા ભીખુભાઈ દલસાણીયા સફળ રણનીતિકાર ગણાય છે
- હંમેશા વિવાદોથી દૂર રહ્યાં છે
- લો પ્રોફાઈલ જીવન જીવે છે
- ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ સાથે સારા સંબંધો ધરાવે છે
આ પણ વાંચો : જૂનાગઢ પરેડમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા, ASI માતાની Dysp દીકરાને સલામી
1 ઓગસ્ટની સવારે ગુજરાત ભાજપનું સમગ્ર સંગઠન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જોડીના શાસનના પાંચ વર્ષની ઉજવણીમાં લાગ્યું હતું ત્યારે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી હતી. અચાનક થયેલી આ જાહેરાતને ગુજરાત ભાજપના નેતાઓ અને કાર્યકરો આશ્ચર્ય પામ્યા હતા. ઉત્તર પ્રદેશના દેવરિયાના રત્નાકરને ગુજરાત જેવા મોટા રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે રત્નાકરની નિયુક્તિ બાદ ભીખુભાઈ દલસાણિયાનું શું તે મોટો સવાલ હતો. ત્યારે હવે તેનો જવાબ પણ મળી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે