બોટાદ: ગઢડા મંદિરમાં મહિલાઓ અને પોલીસ વચ્ચે થઇ છુટ્ટાહાથની મારામારી

ગઢડા ગોપીનાથ મંદિર એક વિવાદા સર્જાતા ફરીવાર ગઢડા મંદિર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગઢડા મંદિરમાં સ્વામીનારાયણ સંપ્રદાયમાં ન શોભે તેવી ઘટના ફરી સામે આવતા સ્વામીનારાયણ સંપ્રદાયના મોટા ભગાના ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી છે. વિવાદ વધુ થતા પોલીસ અને મહિલા ભક્તો વચ્ચે છુટ્ટાહાથ મારામારી જેવા દ્રશ્યો સર્જાયા હતા. 
 

બોટાદ: ગઢડા મંદિરમાં મહિલાઓ અને પોલીસ વચ્ચે થઇ છુટ્ટાહાથની મારામારી

રઘુવીર મકવાણા/બોટાદ: ગઢડા ગોપીનાથ મંદિર એક વિવાદા સર્જાતા ફરીવાર ગઢડા મંદિર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગઢડા મંદિરમાં સ્વામીનારાયણ સંપ્રદાયમાં ન શોભે તેવી ઘટના ફરી સામે આવતા સ્વામીનારાયણ સંપ્રદાયના મોટા ભગાના ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી છે. વિવાદ વધુ થતા પોલીસ અને મહિલા ભક્તો વચ્ચે છુટ્ટાહાથ મારામારી જેવા દ્રશ્યો સર્જાયા હતા. 

મળતી માહિતી મુજબ રવિવારે સાજે ગઢડાના ગોપીનાથ સ્વામીનારાયણ મંદિરમાં મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના વર્ષોના ઈતિહાસમાં ન બન્યું હોય તેવી ઘટના સર્જાઈ, પોલીસે બુટ ચંપલ પહેરી મંદિરમાં પ્રવેશ કર્યો અને મહિલાઓ તથા પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું.

‘રાજકીય’ ઘર શોધી રહેલા અલ્પેશ-ઘવલસિંહે કરી નીતિન પટેલ સાથે મુલાકાત

16 વર્ષ બાદ દેવપક્ષના આચાર્ય રાકેશ પ્રસાદ સ્વામી ગઢડા મંદિરે પધાર્યા હતા. જેને લઈ 15-20 જેટલી મહિલાઓ દ્વારા તેમને મંદિર પ્રવેશ ન કરાવવાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પોલીસે મહિલાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારબાદ બોલાચાલી વધી ગઈ, અને પોલીસ અને વિરોધી મહિલાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાની માહિતી આપવામાં આવી રહી છે. આ ઘટનાને લઈ હજારો હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આગકાંડ બાદ રાજ્યભરમાં મેગા ડિમોલિશન, અમદાવાદની એક બિલ્ડીંગમાં આખેઆખો ફ્લોર ગેરકાયેદસર

સત્તાધારી દેવપક્ષના આચાર્ય હરી સ્વામીએ જણાવ્યું કે, અહીં છેલ્લા સાત દિવસથી સત્સંગ કથા ચાલી રહી છે. હજારો લાખો હરીભક્તો મંદિરે દર્શન માટે આવી રહ્યા છે. ગઈ કાલે આચાર્ય રાકેશ પ્રસાદજી આવવાના હોવાથી હજારો હરીભક્તો તેમના દર્શ માટે ઉમટ્યા હતા. આ સમયે અમને શંકા હતી કે, ચૂંટણીમાં હારી ગયા બાદ હાર ન પચાવી શકનારા આચાર્યપક્ષ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવશે. સાથે આટલી મોટી સંખ્યામાં લોકો લોકો આવે ત્યારે કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે પોલીસ પ્રોટક્શન માંગવામાં આવ્યું હતું.

આ સમયે હજારોની સંખ્યામાં હરિભક્તો આવ્યા હતા. તે સમયે 15-20 જેટલી મહિલાઓ દ્વારા તોફાન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મહિલાઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે મામલો ઉગ્ર બનાતા મહિલા પોલીસ સ્ટાફ દ્વારા મહિલાઓ સાથે છુટ્ટાહાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. અને મામલો વધુ ગંભીર બન્યો હતો. મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર પોલીસ બુટ-ચંપલ પહેરીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news