ગાંધીજી સાથે અગ્રેજોની સામે હિન્દ છોડો ચળવળ શરૂ કરનાર રણછોડ કાકાનું અવસાન

97 વરસની આયુમાં આજે સુરત ખાતે રણછોડ કાકા નામના એક સ્વતંત્ર્ય સેનાનીનનું અવશાન થયું છે. ઓલપાડના કીમ ગામે રહેતા 97 વર્ષીય રણછોડ પટેલ જેમને રણછોડ કાકાના નામથી બધા ઓળખે છે. રણછોડ કાકા યુવાનીમાં દેશમાં આઝાદી માટે મહાત્મા ગાંધીજી દ્વારા અગ્રેજોની સામે હિન્દ છોડો ચળવળ શરુ કરી હતી. આખા દેશમાં લોકો આ ચળવળમાં કુદી પડ્યા હતા. આમાંના એક એટલે રણછોડ કાકા રણછોડ કાકા અને તેમની ટીમને સુરત જીલ્લાના ગામડાઓમાં જાગૃતિ આવે એ માટે પ્રચાર અને જનજાગૃતિ લાવવા કામ સોપ્યું હતું.
ગાંધીજી સાથે અગ્રેજોની સામે હિન્દ છોડો ચળવળ શરૂ કરનાર રણછોડ કાકાનું અવસાન

કિરણસિંગ ગોહીલ/સુરત: 97 વરસની આયુમાં આજે સુરત ખાતે રણછોડ કાકા નામના એક સ્વતંત્ર્ય સેનાનીનનું અવશાન થયું છે. ઓલપાડના કીમ ગામે રહેતા 97 વર્ષીય રણછોડ પટેલ જેમને રણછોડ કાકાના નામથી બધા ઓળખે છે. રણછોડ કાકા યુવાનીમાં દેશમાં આઝાદી માટે મહાત્મા ગાંધીજી દ્વારા અગ્રેજોની સામે હિન્દ છોડો ચળવળ શરુ કરી હતી. આખા દેશમાં લોકો આ ચળવળમાં કુદી પડ્યા હતા. આમાંના એક એટલે રણછોડ કાકા રણછોડ કાકા અને તેમની ટીમને સુરત જીલ્લાના ગામડાઓમાં જાગૃતિ આવે એ માટે પ્રચાર અને જનજાગૃતિ લાવવા કામ સોપ્યું હતું.

રણછોડ કાકા અને તેમની ટીમ અલગ અલગ ગામડાઓમાં ફરી પત્રિકા વહેચતા અને લોકોમાં જાગૃતિ લાવવા કામ કરતા પણ આ વાતની જાણ બ્રીટીશ સરકારને થઇ જતા રણછોડ કાકા અને તેમની ટીમને પકડવા કામે લાગ્યા હતા. પણ રણછોડ કાકા અંગ્રેજોના હાથમાં આવતા નો હતા પણ એક દિવસ સુરતના જુના હોપ પુલ પરથી તેમની ધરપકડ થઇ અને ત્યારબાદ કેશ ચાલતા 6 માસની સજા થતા તેઓને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

રાજકોટ: સ્લાઇન ફ્લૂના 6 નવા કેસ, ગત 13 દિવસમાં 4 દર્દીઓના થયા મોત

રણછોડ કાકા પોતે ડોક્ટર હોવાથી આ વિસ્તારમાં તેમણે ડોકટરી સેવા પણ આપી હતી. રણછોડ કાકા મહાત્મા ગાંધીથી એટલા પ્રભાવિત હતા. અને હમેશા સાદગી,સ્વદેશી વસ્તુના આગ્રહી સાથે જાતે રેતીયો કાપી ખાદીના વસ્ત્રો તૈયાર કરી ખાદીના વસ્ત્રો પહેરતા હતા. કોઈ ઝાડ પર પથ્થર મારે તો પણ કહેતા ભાઈ આ ઝાડે તારું શું બગાડ્યું છે ઝાડને પણ પથ્થર વાગે છે.. સાથે સ્વચ્છતા ના આગ્રહી હતા.

10 ટકા અનામતને લઇને GPSCની પરીક્ષાની તારીખો મૌકૂફ રાખવાનો નિર્ણય

રણછોડ કાકા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી ગાંધીજીનો ફોટો પોતાની પાસે રાખી હમેશા રેતીયો કાપતા અને પોતાનામાં વ્યસ્ત રહેતા હતા. રણછોડ કાકાનું આજે 97 વરસની ઉમરે માંદગીથી મોત થયું છે. ત્યારે તેમના અવશાનના સમાચાર સાંભળી જેટલા પરિવારજનો દુખી થયા છે એટલાજ કીમ ગામના લોકો પણ શોકમગ્ન બન્યા છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news