ફેસબુક પર મિત્રતા કેળવી લૂંટતી ગેંગ સક્રિય, પંચમહાલના આધેડ સાથે 5 લાખની છેતરપિંડી
કાલોકના વેજલપુરના આધેડને ફેસબુક પર મિત્ર બનાવી રૂપિયા 5.18 લાખની છેતરપિંડી કરનાર દિલ્હીના આરોપીની પંચમહાલ સાયબર ક્રાઈમ ટીમે માત્ર 15 દિવસમાં જ ધરપકડ કરી છે
Trending Photos
જયેન્દ્ર ભોઈ/ પંચમહાલ: કાલોકના વેજલપુરના આધેડને ફેસબુક પર મિત્ર બનાવી રૂપિયા 5.18 લાખની છેતરપિંડી કરનાર દિલ્હીના આરોપીની પંચમહાલ સાયબર ક્રાઈમ ટીમે માત્ર 15 દિવસમાં જ ધરપકડ કરી છે. ભેજાબાજોએ મિત્રતા થયા બાદ પોતાને પ્રમોશન મળ્યું હોવાની ખુશીમાં કિંમતી ભેટની લાલચ આપી વ્હોટ્સએપ મારફતે ચેટ કરી એરપોર્ટ પર ગીફ્ટ છોડાવવાની પ્રોસેસ ફી જમા કરાવવાનું જણાવી નાણા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી. છેતરપિંડી આચરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીના ભાઈ-ભાભીને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં શૈલેષ ભાઈ પટેલના ફેસબુક આઇડી ઉપર નેલેન બેરી નામના આઇડી ઉપરથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી. જે શૈલેષ ભાઈએ સ્વીકારતા તેઓ સાથે ભેજાબાજોએ ચેટીંગ કરી મિત્રતા કેળવી હતી. દરમિયાન ચીટિંગ ગેંગ દ્વારા શૈલેષ ભાઈને મિત્રતા થયાની ખુશી થઈ હોવાનો ડોળ ઉભો કરી કિંમતી ભેટ એર પાર્સલ મારફતે મોકલવા ચર્ચા કરી હતી. જે બાદ ભેજાબાઝોએ શૈલેષ ભાઈનો વ્હોટ્સએપ નંબર મેળવી કિંમતી ભેટનું પાર્સલ એરપોર્ટ ઉપરથી છોડવવા માટે પ્રોસેસ ફીના નાણાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવવા જણાવ્યું હતું.
વિશ્વાસમાં આવી શૈલેષ ભાઈએ ત્રણ તબક્કામાં 5.18 લાખ ઓનલાઈન સિસ્ટમથી બેંકમાં ટ્રાન્સફર કર્યા હતા. જેનાબાદ ભેજાબાજોના બેન્ક એકાઉન્ટમાં જમા થઈ ગયા બાદ શૈલેષ ભાઈ સાથેનો સંપર્ક કાપી નાંખ્યો હતો. બીજી તરફ કોઈ ગિફ્ટ પાર્સલ પણ નહીં આવતાં શૈલેષ ભાઈ ચિંતિત બન્યા હતા અને પોતે છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થયો હતો. જેથી આખરે તેઓએ પંચમહાલ સાયબર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.
જે આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ જે.એન પરમાર અને ટીમે શૈલેષ ભાઈ પાસેથી મેળવેલી વિગતો આધારે ટેક્નિકલ સર્વલન્સ શરૂ કર્યુ હતું. જેમાં ન્યુ દિલ્હી ખાતે રહેતા કાસીમ ખાલીફ એહમદ રાંગડાના બેન્ક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર થયા હોવાનું જણાય આવ્યું હતું. જેથી પોલીસે તેની ધરપકડ માટે ટીમની રચના કરી પીઆઇ જે.એન.પરમાર આરોપીનું લોકેશન મેળવી આખરે આરોપી કાસીમની ધરપકડ કરી ગોધરા લાવવામાં આવ્યો છે. આ ગુનામાં ઝડપાયેલા આરોપીનો ભાઇ નદીમ અને તેની પત્ની રીઝવાનાની પણ ભૂમિકા હોવાનું બહાર આવતાં પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.
શું હતી આરોપીની મોડેસ ઓપરેન્ડી
ઝડપાયેલો આરોપી કાસીમ અને તેના ભાઈ ભાભી નાયઝીરયન ચીટર ગેંગના સંપર્કમાં હોવાની શક્યતાઓ છે. જેના મારફતે કાસીમના ભાઈ દ્વારા લોકોને ફેસબુકમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવી વિશ્વાસમાં લેવામાં આવતાં હતા. જેનાબાદ ગિફ્ટ આપવા સહિતના પ્રલોભન આપી વોટ્સએપ નંબર મેળવી પોતાના અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે