Karnataka: બસવરાજ બોમ્મઈ બનશે રાજ્યના નવા મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય

બસવરાજ બોમ્મઈ (Basavaraj Bommai) ને કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરી લેવામાં આવ્યા છે. ભાજપના ધારાસભ્યો દળની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
 

Karnataka: બસવરાજ બોમ્મઈ બનશે રાજ્યના નવા મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય

નવી દિલ્હીઃ બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઈ (Basavaraj Bommai) ના નામ પર મહોર લાગી છે. બસવરાજ પહેલા રાજ્યના ગૃહમંત્રી હતા. હવે તેમને રાજ્યની કમાન મળી ગઈ છે. બસવરાજને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાના નજીકના ગણવામાં આવે છે. 

યેદિયુરપ્પાના રાજીનામા બાદ આજે બેંગલુરૂમાં ભાજપના ધારાસભ્યો દળની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દિલ્હીથી કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી અને ધર્મેન્દ્ર પ્રધાન પહોંચ્યા હતા. ધારાસભ્ય દળની બેઠકમાં યેદિયુરપ્પાએ બસવરાજ બોમ્મઈના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. 

— ANI (@ANI) July 27, 2021

કોણ છે બસવરાજ બોમ્મઈ?
ભાજપે બસવરાજ બોમ્મઈને કર્ણાટકની કમાન સોંપી છે. અત્યાર સુધી રાજ્યના ગૃહ મંત્રી રહેલા 61 વર્ષીય બસવરાજ યેદિયુરપ્પાના નજીકના છે. તેઓ વર્ષ 2018માં જનતા દળ સેક્યુલર છોડી ભાજપમાં સામેલ થયા હતા અને ત્યારથી પાર્ટીમાં છે. તે ભાજપની નીતિઓને સારી રીતે જાણે છે અને પાર્ટીના નિયમો પ્રમાણે કોઈ નિર્ણયનું પાલન કરાવવામાં પાછા પડતા નથી. 

ગૃહ મંત્રીની સાથે-સાથે બોમ્મઈ કર્ણાટક સરકારમાં સંસદીય કાર્ય મંત્રી અને કાયદા મંત્રી પણ હતા. તેઓ લિંગાયત સમુદાયમાંથી આવે છે. ભાજપે લિંગાયત સમુદાયમાંથી મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો અને તેમના નામ પર સહમતી બની છે. 

આ પહેલા બેંગલુરૂની એક ખાનગી હોટલમાં સાંજે સાત કલાકે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજવામાં આવી હતી. તેમાં મંત્રીમંડળને ભંગ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાજપ સંસદીય દળની બેઠક થઈ હતી. તેમાં નવા મુખ્યમંત્રીના નામ પર મહોર લગાવવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news