પૂર્વ મંત્રી કિર્તીસિંહ વાઘેલાનો જાહેરમાં બફાટ, કહ્યું; 'કેટલાકે ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસ માટે કામ કર્યું'

Gujarat Election 2022: પૂર્વમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ હાર માટે કાર્યકરોને જવાબદાર ગણાવ્યા હોય તેવો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે હારનું ટોપલું કાર્યકરો પર ઢોળ્યું છે. કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, કાંકરેજમાં હાર બાબતે કાર્યકરો જવાબદાર છે.

પૂર્વ મંત્રી કિર્તીસિંહ વાઘેલાનો જાહેરમાં બફાટ, કહ્યું; 'કેટલાકે ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસ માટે કામ કર્યું'

Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીનાં પરિણામો સામે આવ્યા બાદ હજુ પણ રાજ્યની રાજનીતિમાં ઉલટફેર જોવા મળી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં હારેલા નેતાઓના ચર્ચાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે. જેમાં કાંકરેજના થરા ખાતે પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં પૂર્વમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ હાર માટે કાર્યકરોને જવાબદાર ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે કાર્યકરોએ પાર્ટી વિરુદ્ધ કામ કરી પાર્ટી તોડવાનું કામ કર્યું. કેટલાક લોકોએ ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસ માટે કામ કર્યું.

પૂર્વમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ હાર માટે કાર્યકરોને જવાબદાર ગણાવ્યા હોય તેવો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે હારનું ટોપલું કાર્યકરો પર ઢોળ્યું છે. કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, કાંકરેજમાં હાર બાબતે કાર્યકરો જવાબદાર છે. ઋણ સ્વીકાર કાર્યક્રમમાં પૂર્વ મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ કેટલાક કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસ માટે કામ કર્યુ હોવાનો આરોપ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે ઉમેર્યું કે, અમુક કહેવાતા કાર્યકરોએ ભાજપને તોડવાનું કામ કર્યુ છે. જેના કારણે મારી હાર થઈ છે. પરંતુ ભાજપને તોડવાનું કામ કરતા કાર્યકર્તાઓને નહી ચલાવી લેવાય. 

મહત્વનું છે કે, કિર્તીસિંહ વાઘેલા કાંકરેજ બેઠક પર ભાજપના ઉમેદવાર હતા. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અમૃતજી ઠાકોર સાથે તેમની સીધી ટક્કર હતી. કાંકરેજ બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર અમૃતજી ઠાકોર સામે કિર્તીસિંહ વાઘેલાની હાર થઈ હતી. ત્યારે હવે કિર્તીસિંહ વાઘેલાએ હારનું ટોપલું કાર્યકરો પર ઢોળ્યું છે.

તમને જણાવી દઈએ કે, કાંકરેજ બેઠક પર બેઠક પર કોંગ્રેસે 6 વખત અને ભાજપે 3 વખત કબજો કર્યો હતો. પરંતુ આ વખતે ફરીથી કોંગ્રેસે બાજી મારી છે. આ બેઠક પર સૌથી વધુ ધારસિભાઈ ખાનપુરા 4 વાર જીત્યા છે. વર્ષ 1990માં ધારસિભાઈ જનતા દળ તરફથી ઊભા રહ્યા અને જીત મેળવી હતી. ત્યારબાદ વર્ષ 1995, 2002 અને 2012માં કોંગ્રેસ તરફથી વિધાનસભા ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને જીતનો પરચમ લહેરાવ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news