1998ના NDPSકેસમાં પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની સીઆઇડી ક્રાઇમે કરી અટકાયત
1998માં રાજસ્થાનના પાલીના એક વકીલ પર ખોટી રીતે કેસ કરવાની બાબતે સીઆઇડીએ સંજીવ ભટ્ટની અટકાયત કરવામાં આવી છે.
- પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની અટકાયત
- સીઆઇડી ક્રાઇમે 1998ના NDPS કેસમાં કરી અટકાયત
- સંજીવ ભટ્ટની મુશ્કેલીઓ વધવાની શક્યતા
Trending Photos
ગાંધીનગર: પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની CID ક્રાઇમ દ્વારા અટકાયત કરવામાં આવી છે. 1998માં રાજસ્થાનના પાલીના એક વકીલ પર ખોટી રીતે કેસ કરવાની બાબતે સીઆઇડીએ સંજીવ ભટ્ટની અટકાયત કરવામાં આવી છે. ત્યારે સંજીવ ભટ્ટ સહિત કુલ 7 જેટલા અન્ય પોલીસ અધિકારીઓની પણ અટકાયાત કરવામાં આવે છે. મહત્વનું છે, કે સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા NDPS કેસમાં તેમની અટકાયત કરવામાં આવી છે. સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા સંજીવ ભટ્ટની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં ક્રાઇમ દ્વારા ધરપકડ થવાની શક્યતાઓ છે. સંજીવ ભટ્ટની સહિત પૂર્વ પી.આઇ વ્યાસની પણ અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
સંજીવ ભટ્ટ સરકાર વિરોધી હોવાથી રહે છે ચર્ચામાં
પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ દેશના પ્રસિદ્ધ પોલીસ અધિકારીઓમાંથી એક માનવામાં આવે છે. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના સી.એમ હતા તે દરમિયાન પણ સંજીવ ભટ્ટ અને મોદી વચ્ચે સંબંધો સારા ન હોવાથી અનેક વાર ચર્ચામાં આવી ચૂક્યા છે. સંજીવ ભટ્ટ અનેક વાર સરકારના વિરોધમાં નિવેદનો આપાવાના કારણે અનેક વાર સંજીવ ભટ્ટ ચર્ચામાં આવ્યા હતા. ત્યારે એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, સંજીવ ભટ્ટ હાર્દિક પટેલને તેના આમરણાંત ઉપવાસ કરવાથી તેને મલવા જતા સરકારે સંજીવ ભટ્ટ વિરૂદ્ધ ગાળીયો કસી લીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે