પૂર્વ સીએમ શંકરસિંહને હોસ્પિટલ ખસેડાયા, પીએમ મોદીએ ફોન કરી પૂછ્યા અંતરખબર

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો ગઈકાલે કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

 પૂર્વ સીએમ શંકરસિંહને હોસ્પિટલ ખસેડાયા, પીએમ મોદીએ ફોન કરી પૂછ્યા અંતરખબર

અમદાવાદઃ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો ગઈકાલે કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ તેમને ઘરે ક્વોરેન્ટીન કરવામાં આવ્યા હતા. આજે સવારે પૂર્વ મુખ્યમંત્રીને સ્ટર્લિંગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, શંકરસિંહ વાઘેલાએ ત્રણ દિવસ પહેલા એનસીપીમાંથી રાજીનામુ આપ્યું હતું. શંકરસિંહ કોરોના સંકટના સમયમાં પણ અલગ અલગ વિસ્તારના લોકો વચ્ચે ફર્યા હતા. ત્યારબાદ તેમણે ખાનગી લેબમાં ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. 

પીએમે મોદીએ ફોન કરી અંતરખબર પૂછ્યુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાને ફોન કર્યો હતો. તેમણે ટેલિફોનિક વાતચીતમાં પૂર્વ મુખ્યમંત્રીના અંતર ખબર પૂછ્યા હતા. આજે સવારે તેમના નિવાસ્થાન વસંત વગડોથી તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news