પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલ પહોંચ્યા ભગવાન જગન્નાથજીના શરણે, જાણો પ્રભુ પાસે શું માંગ્યું?

નેત્રોત્સવ વિધિ બાદ નીતિન પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ભંડારામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ વસ્ત્રોનું દાન કર્યુ હતું. ZEE 24 કલાક સાથે નીતિન પટેલે ખાસ વાતચીત કરી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગૃહ વિભાગે સારી રીતે રથયાત્રાની તૈયારી કરી છે'

પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલ પહોંચ્યા ભગવાન જગન્નાથજીના શરણે, જાણો પ્રભુ પાસે શું માંગ્યું?

ઝી બ્યુરો/અમદાવાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથજી આજે મોસાળથી નીજ મંદિરે પરત ફર્યા પછી બુધવારે સવારે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. ભગવાનને મોસાળમાં આંખો આવી હોવાથી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. આ સમયે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી હતી. 

નેત્રોત્સવની વિધિ પૂરી થયા પછી ધ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મંદિરના શિખર પર પહોંચીને ધ્વજારોહણ કર્યું હતુ. આ સમયે તેમની સાથે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. બપોર બાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો, સાધુ-સંતોએ પ્રસાદી ગ્રહણ કરી હતી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 29, 2022

આજે રથયાત્રાની નેત્રોત્સવ વિધિ પૂર્વે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નીજ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. ભંડારામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ વસ્ત્રોનું દાન કર્યુ હતું. નેત્રોત્સવ વિધિ બાદ નીતિન પટેલે ZEE 24 કલાક સાથે નીતિન પટેલે ખાસ વાતચીત કરી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, આજે રથયાત્રા પૂર્વ મંદિર તરફથી ભંડારો કરવામાં આવ્યો છે, જેમાં દેશના અનેક સાધુ સંતો આ ભંડારામાં પ્રસાદી લઈ રહ્યા છે. મંદિર તરફથી સાધુ સંતોને વસ્ત્રદાન પણ કરવામાં આવ્યું છે. રથયાત્રા પૂર્વ ગૃહ વિભાગે અને ગુજરાત પોલીસે સુરક્ષા વ્યવસ્થાની સારી રીતે તૈયારી કરી છે'

મહત્વનું છે કે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા દેશમાંથી આવેલા સાધુ-સંતોને ભોજન પીરસવામાં આવ્યું હતું. સાધુ સંતો ઉપરાંત અનેક લોકોએ મંદિર તરફથી યોજાયેલા ભંડારામાં મહાપ્રસાદી લીધી હતી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પણ વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું, અને ભગવાન પાસે દેશની એકતા માટે આશીર્વાદ માંગ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news