લોક ગાયિકા કિંજલ દવેએ ધારણ કર્યો કેસરિયો, જીતુ વાઘાણી સાથેની તસવીરો વાયરલ
ગુજરાતમાં ‘ચાર-ચાર બંગડી વાળી’ સોંગથી ફેમસ બનેલી કિંજલ દવેએ ભાજપમાં જોડાણ કર્યું છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે કિંજલે ભાજપનો ખેસ પહેર્યો છે. સાથે ભરત પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. કિંજલ દવેએ ફેસબુક પર પોસ્ટ મુકીને અને લોકોને જાણકારી આપી કે તેણે ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ કર્યું છે.
Trending Photos
બ્રિજેશ દોશી/અમદાવાદ: ગુજરાતમાં ‘ચાર-ચાર બંગડી વાળી’ સોંગથી ફેમસ બનેલી કિંજલ દવેએ ભાજપમાં જોડાણ કર્યું છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે કિંજલે ભાજપનો ખેસ પહેર્યો છે. સાથે ભરત પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. કિંજલ દવેએ ફેસબુક પર પોસ્ટ મુકીને અને લોકોને જાણકારી આપી કે તેણે ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ કર્યું છે.
ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓને ભાજપના સદસ્યો બનાવાનું કામ સોપવામાં આવ્યું છે. ત્યારે મંગળવારે જાણિતી લોક ગાયક કિંજલ દવે તેના પિતા સાથે ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત ભાજપની સદસ્યતા લીધી હતી. આ સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે કિંજલે ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો.
કિંજલ દવેએ તેના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને તેના ચાહકોને તેના ભાજપમાં જોડાણ અંગેની વાત કરી હતી. અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના હસ્તે ભાજપનો ખેસ ધારમ કર્યો હતો. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં વધુ એક સેલિબ્રિટી લોક ગાયિકાએ જોડામ કર્યું છે. કિંજલના ભાજપમાં જોડણા અંગેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે