મેઘરાજાની પધરામણી થતાની સાથે જ સ્વાઇન ફ્લૂએ માથું ઉચક્યું, વડોદરામાં 1નું મોત
રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ શરૂ થઇ ગયો છે. વરસાદ પડતાની સાથે જ રોગચાળો આરોગ્ય વિભાગના માથાનો દુખાવો બન્યો છે. વડોદરામાં પણ સ્વાઇન ફ્લૂના પાંચ દિવસમાં 5 જેટલા પોઝિટીવ કેસ સામે આવ્યા હતા. કરજણ તાલુકાના કંડારી ગામની 68 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂની સારાવાર દરમિયાન હોસ્પિટલમાં જ મોત થયું હતું.
Trending Photos
તૃષાર પટેલ/વડોદરા: રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ શરૂ થઇ ગયો છે. વરસાદ પડતાની સાથે જ રોગચાળો આરોગ્ય વિભાગના માથાનો દુખાવો બન્યો છે. વડોદરામાં પણ સ્વાઇન ફ્લૂના પાંચ દિવસમાં 5 જેટલા પોઝિટીવ કેસ સામે આવ્યા હતા. કરજણ તાલુકાના કંડારી ગામની 68 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂની સારાવાર દરમિયાન હોસ્પિટલમાં જ મોત થયું હતું.
રાજ્યના વડોદરામાં પાંચ દિવસમાં ફ્લૂના કારણે એક મહિલાનું મોત થયું છે. ત્યારે શહેરના નિઝામપુર વિસ્તારમાં 76 વર્ષીય વૃદ્ધનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે રોગચાળો વકર્યો છે જેના કારણે તંત્રએ આરોગ્ય વિભાગને દોડતુ કર્યું હતું.
ફરીવાર રાજ્યમાં ફ્લૂના પોઝિટીવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની ગયો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં ફ્લૂની સારવાર લઇ રહેલા દર્દીઓને ખાસ સારવાર મળે તે માટેની વ્યવસ્થા કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે