દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : વલસાડ-નવસારીમાં આભ ફાટવા જેવી સ્થિતિ, ચોતરફ પાણી

Gujarat Rains : વલસાડમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી... ભારે વરસાદથી પાણી પાણી થયા રસ્તાઓ.. તો 40 ગામોને જોડતો અંડર પાસ થયો પાણીમાં ગરકાવ.. તો પલસાણામાં પાણીમાં ફસાયેલા કારચાલકનો કરાયો બચાવ.. 

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : વલસાડ-નવસારીમાં આભ ફાટવા જેવી સ્થિતિ, ચોતરફ પાણી

Heavy Rain in Valsad And Navsari : આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલી રહી છે. ગઈકાલથી જ વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ બાદ આભ ફાટવા જેવી સ્થિતિ ઉભી થઈ છે. નવસારી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ નોંધાયો છે. નવસારીના ગણદેવીમાં 6 ઈંચ વરસાદથી ચારેતરફ પાણી ભરાયા છે. તો વલસાડ શહેરમાં 4 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. છેલ્લા બે કલાકમાં જ વલસાડમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. 

  • નવસારીના ખેરગામમાં પણ 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો
  • નવસારીના ચીખલી, વાંસદામાં 2 ઈંચ વરસાદ પડ્યો
  • વલસાડના પારડી, ધરમપુરમાં 2 ઈંચ સુધી વરસાદ
  • રાજ્યના 21 તાલુકામાં વરસ્યો 1 ઈંચથી વધારે વરસાદ
  • રાજ્યના કુલ 48 તાલુકામાં વરસાદ પડ્યો

વલસાડમાં 11 રસ્તાઓ બંધ
જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે 11 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. 11 જેટલા લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે. વલસાડ શહેરના મુખ્ય બે અંદર પાસમાં પાણી ભરતા બને અંદર પાસ પણ બંધ કરવામાં આવ્યો છે. લો લેવલ ના બ્રિજ અને અંદર પાસ પર બેરીકેટિંગ કરી બંધ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્રારા નદીના કિનારે ન જવા અપીલ કરાઈ છે. 

જિલ્લામાં બે કલાકમાં પડેલો વરસાદ

  • વલસાડ- 75- mm
  • ધરમપુર -41- mm
  • પારડી - 49- mm
  • કપરાડા - 19 -mm
  • ઉમરગામ -17 mm
  • વાપી - 20 - mm
  • બોપી - 9 - mm

વલસાડમાં ધોધમાર વરસાદ 
વલસાડ જિલ્લામાં બે દિવસ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વલસાડ શહેરમાં પડેલા ધોધમાર વરસાદ ના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડ શહેરના મિશન કોલોની પાછળ આવેલ બોય્સ હોસ્ટેલના પાછળ આવેલા મેદાનમાં પાણી ભરાતા 5 થી 6 જેટલા ઘરોમાં બે દિવસથી ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેથી રહીશોને હાલાકી પડી રહી છે. બે દિવસથી ઘરોમાં પાણી રહેતા રહીસો રસોઈ બનાવી શક્તા નથી, તો સાથે ઘરોની બહાર નીકળી પણ શક્તા નથી. 2013 થી વરસાદ ના કારણે આ વિસ્તારમાં પાણી ભરાય જતા હોય છે. સ્થાનિકો દ્વારા દર વર્ષે પાણી નિકાલ કરવા માટે નાળાઓ નાખવા તથા ગટર બનાવવા માંગ કરવા છતા તંત્રના એક પણ અધિકારી દ્વારા અહીં પાણી નિકાલની કોઈ પણ વ્યવસ્થા ન કરવાના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યાં છે. તંત્ર ના પાપે સ્થાનિકો દર વર્ષે પાણીમાં રહેવા મજબુર બન્યા છે. 

હાઈવે બંધ
વલસાડના ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદ બાદ નીચાણવાળા અનેક વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે. ઉમરગામમાંથી પસાર થતા કોસ્ટલ હાઈવે પાણી ભરાયા છે. ઉમરગામના દહેરી નજીક કોસ્ટલ હાઈવે પર ઢીંચણ સુધી પાણી છે. કલાકો સુધી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે. 

નવસારીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
નવસારી જિલ્લામાં ગતરોજ થી પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાનો જનજીવન પ્રભાવિત થયું છે. જલાલપુર તાલુકાના ખરસાડ ગામે ખાડીના પાણી ફરી વળતા પાંચ ફળિયામાં પૂરની સ્થિતિ બની છે. ગામમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જેને કારણે પશુઓની મુશ્કેલી વધી છે. તો બીજી તરફ ઘરમાં પાણી ભરાવાને કારણે ઘરવખરી પણ પલળી જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે 2014માં ખાડીની સફાઈ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ ખાડીની સફાઈ ન થતા લોકોમાં તંત્ર સામે રોષ વ્યાપી ઉઠ્યો છે. જ્યારે ગામમાં પૂરની સ્થિતિને અટકાવવા ખાડીની સફાઈ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news