51000 રૂપિયાનું એક તરબૂચ! ગુજરાતના આ ખેડૂતે ઈતિહાસ રચ્યો, એક લાખનું કામ 1 હજારમાં કર્યું

ગુજરાતમાં આજ સુધીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક જ તરબૂચ 51000 રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. આ વાત સાંભળ્યા પછી તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ ખરેખર આ હકીકત છે. કચ્છ જિલ્લામાં ભૂજથી 18 કિ.મીના અંતરે અટલ નગર આવેલું છે, જ્યાં માનવ ફોર્મમાં હરિભાઈ ગાંગલ નામના ખેડૂતે આ કારનામું કરી દેખાડ્યું છે.

51000 રૂપિયાનું એક તરબૂચ! ગુજરાતના આ ખેડૂતે ઈતિહાસ રચ્યો, એક લાખનું કામ 1 હજારમાં કર્યું

Gujarat Farmers: ભારતને ખેતીપ્રધાન દેશ એમ જ નથી કહેવાતો, આ દિવસોમાં ગુજરાતના એક ખેડૂતે તરબૂચની એવી ખેતી કરીને ઉદાહરણ પુરું પાડ્યું છે કે વાત જ ના પુછો. આ પ્રગતિશીલ ખેડૂતે સમગ્ર રાજ્યના ખેડૂતો માટે એક અનોખો દાખલો બેસાડ્યો છે. જી હા..ગુજરાતમાં આજ સુધીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક જ તરબૂચ 51000 રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. આ વાત સાંભળ્યા પછી તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ ખરેખર આ હકીકત છે. કચ્છ જિલ્લામાં ભૂજથી 18 કિ.મીના અંતરે અટલ નગર આવેલું છે, જ્યાં માનવ ફોર્મમાં હરિભાઈ ગાંગલ નામના ખેડૂતે આ કારનામું કરી દેખાડ્યું છે.

No description available.

સામાન્ય રીતે ઉનાળામાં બજારોમાં તરબૂચ રૂ.20 અને રૂ.30 પ્રતિ કિલો મળે છે, પરંતુ એક તરબૂચ એવું છે જેની કિંમત સાંભળીને તમને ઝાટકો લાગશે. તમે વિચારતા હશો કે આ કયું તરબૂચ છે જે આટલા મોંઘા ભાવે વેચાય છે. આ સૌથી મોંઘા તરબૂચ વિશે તમારામાંથી મોટાભાગના લોકોએ ક્યારેય સાંભળ્યું કે વાંચ્યું નહીં હોય. 

No description available.

કચ્છ જિલ્લામાં ભૂજથી 18 કિ.મીના અંતરે અટલ નગર આવેલું છે, જ્યાં માનવ ફોર્મમાં ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક જ તરબૂચ 51000 રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. માનવ ફોર્મમાં 160 થી પણ વધારે ટેટી-તરબૂચની વેરાઈટીઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યાં ખેતરને એક લેબ બનાવીને ખેડૂતે પોતાની ખેતરમાં આ પ્રયોગ કર્યો હતો. એમાં જે સફળતા મળી એ બધા જ ખેડૂતો સફળ થાય એ હેતુથી આ મોટી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

No description available.

આ મિટિંગમાં જૂનાગઢ, સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, ડીસા વગેરે જગ્યાએથી ખેતી સાથે જોડાયેલા ખેતી પ્રેમીઓ આવ્યા હતા. હવે તમે કહેશો કે ઈતિહાસમાં પહેલીવાર 51000 રૂપિયાના એક એવા તરબૂચમાં એવી તો શું ખાસ વાત હતી? તો અમે તમને જણાવી દઈએ હરિભાઈ ગાંગલ નામના ખેડૂતની આ મહામહેનત અને પ્રોત્સાહિત કરવા માટે એક જાણીતી કંપનીના અગ્રણીએ એક તરબૂચનો 51000 રૂપિયામાં ખરીદીને ગુજરાતના અન્ય ખેડૂતોને આવી ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

No description available.

ટેટી-તરબૂચની વેરાઈટીઓ 160 થી પણ વધારે ટેટી-તરબૂચની વેરાઈટીઓ જોવા માટે 650થી વધારે ખેતી સાથે જોડાયેલા ખેતી પ્રેમીઓ આ ફોર્મમાં આવ્યા હતા. જ્યા ખેડૂતો, વેપારી, ડીલર, મેનેજિંગ ડિરેક્ટરો, એગ્રોનોમિસ્ટો વગેરે આ મિટિંગના આયોજનના મહેમાન બન્યા હતા. અહીં ફોર્મમાં સ્ટેજ બનાવવામાં આવ્યું નહોતું. એટલે કે ખેડૂતો, વેપારી મિત્રો, મેનેજિંગ ડાયરેક્ટરો બધા ને એક માન અને એક સન્માન સાથે એક જ નેજા હેઠે બેસાડવામાં આવ્યા હતા. ખેડૂતના આ ફોર્મમાં 400 ગ્રામથી લઈને ચાર કિલો સુધીની ટેટીનું પ્રદર્શન પણ જોવા મળ્યું હતું. 

No description available.

સામાન્ય રીતે ખેડૂતોને 160 વેરાયટી જોવા માટે ઓછામાં ઓછો એક મહિનો બધી જ વાડીઓમાં ફરવું પડે ત્યારે જોવા મળતું હોય છે. પરંતુ આ ખેડૂતે એક મહિનાનું કામ એક દિવસમાં કરી નાંખ્યું હતું. એટલે કે પોતાના ફોર્મમાં જ એક સ્ટેજ પર 160થી વધુ તરબૂચ-ટેટીની વેરાયટીઓનું પ્રદર્શન કર્યું હતું. જે કામ એક લાખના ખર્ચે થતું હોય એ કામ 1000 રૂપિયાના ખર્ચે કરી નાંખ્યું હતું. હવે તમે કહેશો કે કેવી રીતે? 

No description available.

તો 160 વેરાયટીઓ જોવા માટે એક મહિનો અલગ અલગ જગ્યાએ ખેડૂતો જોવા જાય તો એક મહિનાનું પેટ્રોલ, પોતાનું ખર્ચ બધું જ ગણીએ તો એક લાખની આસપાસ આવી જતું હોય છે એ 1,000 રૂપિયાના પેટ્રોલમાં એક દિવસમાં બધું જ જોવા મળી ગયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news