ગુજરાતી ડોક્ટર તેજસ પટેલની કમાલ : દર્દીથી 32 કિલોમીટર દૂર રહી કરી રોબોટીક્સ સર્જરી, રચ્યો વર્લ્ડ રેકોર્ડ

ઓપરેશન થિયેટરમાં ડોક્ટર ગેર હાજર હોવા છતા સર્જરી કરીને ગાંધીનગરમાં વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. 

ગુજરાતી ડોક્ટર તેજસ પટેલની કમાલ : દર્દીથી 32 કિલોમીટર દૂર રહી કરી રોબોટીક્સ સર્જરી, રચ્યો વર્લ્ડ રેકોર્ડ

હિતલ પારેખ/ગાંધીનગર: ઓપરેશન થિયેટરમાં ડોક્ટર ગેર હાજર હોવા છતા સર્જરી કરીને ગાંધીનગરમાં વર્લ્ડ રેકોર્ડ રચાયો છે. અમેરિકા પછી વિશ્વમાં ભારતે આ પ્રકારની સર્જરી કરી છે.  જાણીને આશ્ચર્ય લાગશે પરંતુ આ ઘટના બીજે ક્યાંય નહીં પણ આપણા ગુજરાતમાં બની છે. ડૉક્ટરે 32 કિલોમીટર દૂર બેસીને રોબોટિક સર્જરી કરી છે. 
 
વિશ્વ મેડિકલ ક્ષેત્રે હરણફાળ ફરી રહ્યું છે. ત્યારે ગુજરાતે પણ મેડિકલ ક્ષેત્રે પોતાનો દમ દેખાડ્યો છે. રાજ્યના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ તેજસ પટેલ અને તેમની ટીમે વિશ્વની સૌપ્રથમ ટેલિ સ્ટેન્ડિંટ કાર્ડિયાક રોબોટિક સર્જરી કરી છે. 30 કિલોમીટર દૂરથી ડૉક્ટરે આ સર્જરી કરી છે.  જે માટે ડૉક્ટરે રોબોટને કમ્પ્યુટર પર કમાન્ડ આપ્યા હતા. દર્દીની કોરોનરી એન્જિયોપ્લાસ્ટિ અને સ્ટેન્ડિંગની સર્જરી કરી હતી. 

આ ટેક્નોલોજી સાડા નવ કરોડના ખર્ચે વિકસાવાઈ છે. ગાંધીનગરના એપેક્સ હાર્ટ ઈન્સ્ટિટ્યુટમાં આ ટેક્નોલોજી પ્રસ્થાપિત કરાઈ છે. દર્દી અમદાવાદની એપેક્સ હાર્ટ ઈન્સ્ટિટ્યુટમાં હતો અને ડૉક્ટરોએ 32 કિલોમીટર દૂર ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં બેસીને ઈન્ટરનેટની મદદથી સર્જરી કરી છે. આ પ્રકારે વિશ્વમાં પ્રથમ વખત સર્જરી કરવામા આવી છે. 

સાથે જ આ એક વિશ્વ વિક્રમ પણ બન્યો છે.. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ટેક્નોલોજી અને ડૉક્ટરોની કામગીરીને બિરદાવી છે. વિશ્વમાં સૌપ્રમથ વખત ગુજરાતમાં આ પ્રકારને દર્દીથી દૂર રહીને ડૉક્ટરે સર્જરી કરી છે. આવનારા ભવિષ્યમાં આ પ્રકારે રોબોટને કમાન્ડ આપીને સર્જરી કરીને ગુજરાત વધુ કિર્તીમાન બનાવશે. દર્દી ગમે તેટલો દૂર હોય તો પણ તેની સર્જરી કરવી હવે આ ટેક્નોલોજીથી શક્ય બનશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news