Bullet Train રૂટમાં સુરતમાં બનશે સૌથી પહેલું સ્ટેશન, રેલવે અધિકારીએ આપી માહિતી
Surat First Bullet Train Station: રેલ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ચાર સ્ટેશનો સિવાય 237 કિલોમીટરનો લાંબો પુલ પણ બનાવવામાં આવશે.
Trending Photos
સુરતઃ સુરત (Surat) હવે મુંબઈ-અમદાવાદ માર્ગ (Mumbai- Ahmedabad Route) વચ્ચે બનનાર પ્રથમ સ્ટેશન હશે, જે દેશની પ્રથમ બુલેટ ટ્રેન (Bullet Train) માટે નિર્ધારિત છે. બુધવારે આ વિશે એક અધિકારીએ માહિતી આપી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના એક અધિકારીએ કહ્યું- ચાર સ્ટેશનો (વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ) પર ઝડપથી કામ થઈ રહ્યું છે અને તે ડિસેમ્બર 2024 સુધી તૈયાર થઈ જશે. આ ચાર સ્ટેશનોમાંથી સુરત તૈયાર થનાર પ્રથમ સ્ટેશન હશે. એનએચએસઆરસીએલ (NHSRCL) આ પરિયોજનાની અમલીકરણ એજન્સી છે.
પ્રથમ બુલેટ ટ્રેન રૂટ્સના સ્ટેશન જલદી થશે તૈયાર
મીડિયા રિપોર્ટ અનુસાર રેલ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ચાર સ્ટેશનો સિવાય 237 કિલોમીટર લાંબો પુલ પણ બનાવવામાં આવશે. આ એક વિશિષ્ટ પ્રકારનો પુલ છે, જેમાં એક લાંબી-ઉંચી રેલવે લાઇન કે રોડને સપોર્ટ કરનાર આર્ચજ, થાંભલા કે સ્તંભોની એક સિરીઝ હોય છે. પાછલા વર્ષે ડિસેમ્બરમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ હતુ કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2026માં સૂરત અને બિલિમોરા વચ્ચે સંચાલિત થશે. સુરત-બિલિમોરા માર્ચ વચ્ચેનું અંતર 50 કિમી છે.
પ્રોજેક્ટ ભૂમિ અધિગ્રહણ વિવાદોમાં ફસાયું છે. પરંતુ મંત્રાલયે કહ્યું કે, આ મામલા પર કામ થઈ રહ્યું છે. સાંસદ ડો. શ્રીકાંત એકનાથ સિંહે અને ડો. સુજય રાધાકૃષ્ણ વિખે પાટિલનો જવાબ આપતા રેલ મંત્રીએ બુધવારે જણાવ્યું, 'પરિયોજના માટે ગુજરાતમાં 98.62% જમીન (954.28 હેક્ટરમાંથી 941.13 હેક્ટર) નું અધિગ્રહણ કરી લેવામાં આવ્યું છે. દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશમાં પૂર્ણ અધિગ્રહણ (7.90 હેક્ટર) અને મહારાષ્ટ્રમાં 56.39% ભૂમિ (433.82 હેક્ટરમાંથી 244.63 હેક્ટર) નું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. તેમાં 925 હેક્ટર ખાનગી જમીન સામેલ છે.'
ક્યા રૂટથી પસાર થશે બુલેટ ટ્રેન
મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન કોરિડોર પરિયોજનાનું ઉદ્ઘાટન 2017માં કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેનું કામ 2023 સુધી પૂરુ થવાનું લક્ષ્ય હતું. ભૂમિ અધિગ્રહણના મુદ્દા અને કોવિડને કારણે નિર્માણ કાર્યમાં વિલંબ થયો છે. 508 કિલોમીટર લાંબા કોરિડોરમાં મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, ઠાણે, વિરાર, બોઇસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશન સામેલ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે