અમદાવાદમાં કાયદાના ધજાગરા! ફ્લેટ બુક કરાવ્યાની લેવડદેવડમાં બિલ્ડરે યુવક પર કર્યું ફાયરિંગ

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગુરૂવારે બપોરના સમયે ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી હતી. ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિને ખભાના ભાગે આરપાર થઈ જતાં ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

અમદાવાદમાં કાયદાના ધજાગરા! ફ્લેટ બુક કરાવ્યાની લેવડદેવડમાં બિલ્ડરે યુવક પર કર્યું ફાયરિંગ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના સરખેજમાં ફ્લેટ બુક કરાવ્યાની પૈસાની લેવડદેવડ મામલે ફાયરિંગની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. સરખેજ પોલીસે ફાયરિંગ કરનાર બિલ્ડરની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. 

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગુરૂવારે બપોરના સમયે ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી હતી. ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિને ખભાના ભાગે આરપાર થઈ જતાં ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ફાયરિંગની ઘટના બનતાની સાથે પોલીસ તપાસમાં લાગી ગઈ હતી અને સમગ્ર મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આનંદનગર વિસ્તારમાં રહેતા અને જમીન દલાલનું કામ કરતા હરદતસિંહ જાદવે તેના બિલ્ડર મિત્ર નિલેશ ખંભાયતાની બાપુનગર ખાતેની સ્કીમમાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા. જે સ્કીમ બંધ થઈ જતા જમીન દલાલ હરદતસિંહે બિલ્ડર નિલેશ ખંભાયતા પાસે તેના પૈસા પરત માંગ્યા હતા. 

જોકે નિલેશ ખંભાયતા અમુક રૂપિયા પરત આપ્યા હતા અને બાકીના રૂપિયાની ઉઘરાણી કરતા બિલ્ડરની નીલેશે હરદતસિંહને મળવા બોલાવી તેની પાસે રહેલા દેશી કટા થી ફાયરિંગ કર્યું હતું. જમીન દલાલ હરદતસિંહની ફરિયાદને આધારે સરખેજ પોલીસે બિલ્ડર નિલેશ ખંભાયતાની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2014માં જમીન દલાલ હરદેવસિંહ તેના મિત્ર ઉપેન્દ્રસિંહ ચાવડા થકી બિલ્ડર નિલેશ ખંભાયતા ના સંપર્કમાં આવ્યા હતા. જે બાદ નિલેશ ખંભાયતા એ બાપુનગરમાં ફ્લેટ ની સ્કીમ શરૂ કરી હતી. જે સ્કીમમાં જમીન દલાલ હરદતસિંહે 30 લાખ રૂપિયામાં બે ફ્લેટ બુક કરાવ્યા હતા. જોકે કોઈ કારણસર આ ફ્લેટ ની સ્કીમ બંધ રહેતા બિલ્ડર નીલેશે 30 લાખમાંથી 17 લાખ રૂપિયા પરત આપી દીધા હતા. જોકે બાકીના 13 લાખ માટે હરદતસિંહ બિલ્ડર પાસે ઉઘરાણી કરતા હતા. 

આખરે હરદતસિંહે ફરીથી પૈસાની ઉઘરાણી કરતા બિલ્ડર નિલેશ ખંભાયતા ને સરખેજ ના એસપી રિંગ રોડ પર આવેલ એક કાફેમાં મળવા બોલાવ્યા હતા. ત્યાંથી તેણે અન્ય જગ્યા પર જઈને વાતચીત કરવાનું કહેતા જમીન દલાલ પોતાની ગાડીમાં બેસી જતા હતા તે દરમિયાન બિલ્ડર નિલેશ ખંભાયતા એ પોતાનું બાઈક ગાડી પાસે લાવી જમીન દલાલ હરદતસિંહ પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં જમીન દલાલને ખભાના ભાગે ગોળી આરપાર થઈ જતાં ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

હાલ તો જમીન દલાલ હરદતસિંહની ફરિયાદના આધારે સરખેજ પોલીસે બિલ્ડર નિલેશ ખંભાયતા ની ધરપકડ કરી છે. પોલીસે જે હથિયાર થી ફાયરિંગ કર્યું એ દેશી કટો ક્યાંથી લાવ્યો તે બાબતે જણવ્યું હતું કે દસ વર્ષ પહેલાં યુપી બિહાર થી તેમની સાઈટ પર કામ કરતા મજૂરો પાસે મંગાવ્યો હતો, ત્યારે હવે પોલીસ એ પણ તપાસ કરે છે કે નીલેશે દેશી કટો મંગાવવાનું કારણ શું હતું અને આ દેશી કટ્ટાનો ઉપયોગ તેણે અન્ય કોઈ ગુનામાં કર્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરુ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news