વલસાડના મોટરકાર વર્કશોપમાં એવી આગ ફાટી કે ફાયર ફાઈટર્સની ટીમના નાકે દમ આવી ગયો

વલસાડ (valsad) ના ગુંદલાવ નજીક એક મોટર કાર ના વર્કશોપમાં આગ (fire) લાગતાં દોડધામ મચી ગઇ હતી.  પરંતુ વર્કશોપમાં રાખવામાં આવેલો ઓઇલ અને કેમિકલનો જથ્થો મોટા પ્રમાણમાં સંગ્રહ કર્યો હોવાથી આગ બેકાબૂ બની હતી. જેને બૂઝવવા ફાયર ફાઈટરની ટીમને પણ નાકે દમ આવી ગયો હતો. 
વલસાડના મોટરકાર વર્કશોપમાં એવી આગ ફાટી કે ફાયર ફાઈટર્સની ટીમના નાકે દમ આવી ગયો

ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ (valsad) ના ગુંદલાવ નજીક એક મોટર કાર ના વર્કશોપમાં આગ (fire) લાગતાં દોડધામ મચી ગઇ હતી.  પરંતુ વર્કશોપમાં રાખવામાં આવેલો ઓઇલ અને કેમિકલનો જથ્થો મોટા પ્રમાણમાં સંગ્રહ કર્યો હોવાથી આગ બેકાબૂ બની હતી. જેને બૂઝવવા ફાયર ફાઈટરની ટીમને પણ નાકે દમ આવી ગયો હતો. 

હાઇવે નજીક આવેલા કેરવેલ નામના એક મોટરકારના વર્કશોપમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. વર્કશોપના પાછળના ભાગે સ્ટોર કરવામાં આવેલા જ્વલનશીલ ઓઇલ અને કેમિકલના જથ્થામાં આગ પ્રસરતા થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ બેકાબૂ બની હતી. ઘટનાની જાણ થતાં જ વલસાડના ફાયર બ્રિગેડની  ટીમ સ્થળ પર પહોંચી હતી. પરંતુ આગનું સ્વરૂપ જોતા વધુ ફાયર ફાઈટરની મદદની જરૂર જણાતા અતુલના પણ ફાયર ફાઈટરની ટીમને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. આમ ઘટનાસ્થળ પર 3 થી વધુ ફાયર ફાયટરોની ટીમ એ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. 

No description available.

આથી ફાયર ફાયટરોએ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવા માટે કલાકોની જહેમત ઉઠાવવી પડી હતી. આ ઘટનામાં આગની ઝપેટમાં આવતા બે મોટરકાર, એક મોટરસાયકલ અને એક ટેમ્પો સહિતના વાહનો પણ આ આગની ઝપેટમાં આવી ગયા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઇને ઈજા કે જાનહાનિ થઇ ન હતી. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને આ બનાવ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આખરે કલાકોની ભારે જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news