અમદાવાદમાં ફરી એકવાર બની આગની ઘટના, તક્ષશીલા એર બિલ્ડીંગના 12માં માળે લાગી આગ

Ahmedabad Fire : અમદાવાદમાં ટાઉનહોલ પાસે આવેલી તક્ષશીલા એર બિલ્ડીંગના 12માં માળે લાગી આગ,,,ઈલેક્ટ્રીક ડકમાં શોર્ટ સર્કીટ થતા લાગી આગ,,,  ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો,,, બે સિનિયર સિટીઝનના શ્વાસ રૂધાતા હોસ્પિટલ લઈ જવાયા

અમદાવાદમાં ફરી એકવાર બની આગની ઘટના, તક્ષશીલા એર બિલ્ડીંગના 12માં માળે લાગી આગ

Ahmedabad Fire આશ્કા જાની/અમદાવાદ : અમદાવાદ શહેરમાં આગના બનાવો લાગવાના સિલસિલા યથાવત છે. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડીંગના એક રહેણાંક મકાનમાં વહેલી સવારે આગ લાગી હતી. જેને પગલે ફાયર વિભાગ દોડતું થયું હતું. એલિબ્રિજ વિસ્તારના તક્ષશિલા એર બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમાં બે વૃદ્ધોને શ્વાસ રુંધાવાની તકલીફ થઈ હતી, જેથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, એલિસબ્રિજ વિસ્તારમાં આવેલ તક્ષશિલા એર બિલ્ડીંગના 12 મા માળે એક મકાનમાં આગ લાગી હતી. મકાનના બહારના ડકમાં એકાએક આગ ફાટી નીકળઈ હતી. જોકે, ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે વાયરીંગનું આખુ ડબ બળીને ખાખ થઈ ગયુ હતું. આ આગ મકાન નંબર 1, 11 અને 14 માં આગ પ્રસરી ગઈ હતી. બિલ્ડીંગની ફાયર સિસ્ટમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો.

આ પણ વાંચો : 

આગ લાગવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી, પરંતુ આગને કારણે રહીશોમાં ભારે અફરાતરફી મચી ગઈ હતી. આ ઘટનામાં 2 વૃદ્ધ લોકોને શ્વાસ રુંધાવાની તકલીફ થઈ હતી. જેથી જેઓને હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. 

આગની ઘટનાથી ડેપ્યુટી કમિશ્નર રમેશ મેરજા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગની ઘટનાને લઈ તક્ષશિલાના રહીશોએ આક્ષેપ કર્યો કે, ફાયરની સિસ્ટમ બિલ્ડર દ્વારા બંધ રાખવામાં આવી હતી. અગાઉ 20 જાન્યુઆરીએ પણ અહીં આગની ઘટના અહીં બની હતી ત્યારે પણ બિલ્ડરને ફરિયાદ કરી હતી. પરંતુ છતા તેઓએ કોઈ એક્શન લીધા ન હતા.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news