સુરતના આગમ આર્કેડમાં લાગેલી આગમાં સારવાર દરમિયાન એક બાળકનું મોત

એક બાળકનું મોત થયું છે. જ્યારે એકની સ્થિતિ ગંભીર છે. 

 સુરતના આગમ આર્કેડમાં લાગેલી આગમાં સારવાર દરમિયાન એક બાળકનું મોત

સુરતઃ સુરતમાં લાગેલી આગમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. સાત વર્ષના બાળકનું નામ મંથન જાધવ છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. આ ઘટનાને પગલે મેયર અને ડેપ્યુટી મેયર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ શોટ-સર્કિટને કારણે લાગી હોવાનું પ્રથમ તારણમાં જાણવા મળ્યું છે. 

સુરતના આગામ આર્કેટ કોમ્પલેક્ષમાં આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં મેળવી હતી. કોમ્પલેક્ષમાં આગ લાગતા ટ્યુશમાં ગયેલા 50થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમને બચાવવા માટે કાચની બારી તોડીને ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ક્રેનની મદદથી બચાવ કામગીરિ કરવામા આવી હતી. ફાયર બ્રિગેડના જવાન ઓક્સિજન લઈને કોમ્પલેક્ષના ત્રીજા માળે બચાવવા માટે પહોંચ્યા હતા. આગમાં ફસાયેલા લોકોને બચાવવા ફાયર બ્રિગેડના કર્મચારીઓ કામે લાગ્યા હતા. ઘટના સ્થળ પર પોલીસ સહિત મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા હતા. ઘટનાને કારણે 108ની ટીમ પણ ઘટના સ્થળે હાજર હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

જે સ્થળે આગ લાગી ત્યાં ઉપરના ફ્લોર પર ક્લાસિસ ચાલી રહ્યાં હતા. આશરે 50 કરતા વધુ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યાં હતા. જે ફસાય ગયા હતા. આ લોકોને બચાવવા માટે ફાયરના જવાનોએ ક્રેઇનની પણ મદદ લીધી હતી. કાચ તોડવાન કારણે કેટલાક વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. જે લોકોને ઈજા થઈ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક મહિલા અને એક બાળક બેભાન થઈ ગયા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news