પંચમહાલ: નદીમાં સર્જાયો કૃત્રિમ ‘ફીણનો હિમાલય’, કારણ જાણીનો ચોકી જશો
ચોમાસાનો પ્રથમ વરસાદ આમ તો લોકો માટે ખુશી અને આનંદ લઇને આવતો હોય છે. પરંતુ પંચમહાલના કાલોલની કરાડ નદીના કાંઠા વિસ્તાર માટે આ પ્રથમ વરસાદ અભિશાપ બને છે. નદીમાં કૃતિમ રીતે સર્જાતો કેમિકલ ફીણનો આ હિમાલય કેવી રીતે અને ક્યાં ઉદ્યભવે છે.
Trending Photos
જયેન્દ્ર ભોઇ/પંચમહાલ: ચોમાસાનો પ્રથમ વરસાદ આમ તો લોકો માટે ખુશી અને આનંદ લઇને આવતો હોય છે. પરંતુ પંચમહાલના કાલોલની કરાડ નદીના કાંઠા વિસ્તાર માટે આ પ્રથમ વરસાદ અભિશાપ બને છે. નદીમાં કૃતિમ રીતે સર્જાતો કેમિકલ ફીણનો આ હિમાલય કેવી રીતે અને ક્યાં ઉદ્યભવે છે.
પંચમહાલ જિલ્લાના ઔધોગિક હબ ગણાતા હાલોલ જીઆઇડીસીમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક દાના અને બેગ્સનું ઉત્પાદન કરતા એકમો આવેલા છે. જેને લઇને જીઆઇડીસી માંથી પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાતું કેમિકલ સમગ્ર વર્ષ દરમ્યાન જીઆઇડીસી નજીક આવેલ વિવિધ નદી નાળાઓમાં છોડવામાં આવે છે. જે ચોમાસાના પ્રથમ વરસાદે કાલોલ અને હાલોલ વચ્ચેથી પસાર થતી કરાડ નદીમાં ભળે છે. પ્રથમ વરસાદે આજુ બાજુમાં નાળાઓનું કેમિકલ યુક્ત દુષિત પાણીની કરાડ નદીમાં આવક થતા બાકરોલ ગામ પાસે આ કરાડ નદીમાં ફીણના ગોટા વળે છે જેને લઇ આખો કૃત્રિમ હિમાલયનું સર્જન થતું હોય તેવો ભાસ થાય છે.
નદીમાં 25થી30 ફૂટ ઉંચાઈ ધરાવતો હિમાલય સર્જાય છે. બાકરોલ ગામ પાસેથી પસાર થતી કરાડ નદીના ઉપર વાસમાં ડેમ બનાવેલો હોવાથી ઉંચાઈથી પાણી પડતું હોવાથી અહીં પાણીમાંથી ફીણનું સર્જન થાય છે. પ્રથમ વરસાદે ઉદ્ભવેલા આ ફીણના કૃત્રિમ હિમાલયના ફીણના ગોટા નદી કાંઠા વિસ્તારના ગામોમાં પવન સાથે ઉડીને જતા હોવાથી ગામના રહીશોને ચામડીના રોગો થાય છે. અને પશુઓને પણ તકલીફો થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
સુરત: ધોરણ 10ની વિદ્યાર્થીનીએ ટ્યુશન ટીચરના ટોર્ચરથી કર્યો આપઘાતનો પ્રયાસ
બાકરોલ પાસેથી પસાર થતી કરાડ નદીમાં હાલોલ જીઆઇડીસીની પ્લાસ્ટિક કંપનીઓનું કેમિકલયુક્ત પાણી આવતું હોવાનું સ્થાનિક ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે સાથે જ આ કેમિકલ યુક્ત ફીણ અને પાણીથી કાંઠા વિસ્તારના લોકોને વિવિધ પ્રકારના ચામડીના રોગો થતા હોય છે. પશુપાલકોના દુધાળા અને અબોલ પશુઓને પણ વિવિધ પ્રકારના રોગો થતા હોવાનું પશુપાલકો કહી રહ્યા છે.
દક્ષિણમાં સાંબેલાધાર: વલસાડમાં પાણીમાં ફસાયેલા 6 પરિવારનું NDRFએ કર્યું રેસ્ક્યું
કરાડ નદીના કાંઠે વસતા ગ્રામજનોના જનાવ્યા પ્રમાણે કરાડ નદીના કાંઠે મધવાસ,બાકરોલ,શક્તિપુરા,નેવારીયા,રતનપુરા,પલાસા,ધનતેજ જેવા ગામના લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. સાથે જ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગોધરાના અધિકારીઓ દર વર્ષે નામ માત્રના નદીના પાણીના સેમ્પલો લઇ જાય છે. પરંતુ આ જીઆઈડીસીની કોઈ પણ કંપની પર અત્યાર સુધી કાર્યવાહી હાથ ધરવામાં નથી આવતી જીપીસીબીના અધિકારીઓના આશીર્વાદથી જ આવા એકમો ફૂલી ફાલી રહ્યા છે. સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં અત્યાર સુધી સમસ્યાનું સમાધાન ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જુઓ LIVE TV
છેલ્લા 5 વર્ષ ઉપરાંતથી સતાવતી કેમિકલ યુક્ત પાણીની મુશ્કેલીઓ અને પ્રદુષિત થતી કરાડ નદીને લઈ ગ્રામજનો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવે એવી માંગણી અહીંના સ્થાનિકો કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે