રાજ્યમાં યુનિવર્સિટીઓની ફાઇનલ વર્ષની પરીક્ષા 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે

રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓની ફાઇનલ વર્ષની પરીક્ષા લેવા માટે મહત્વપૂર્ણ નર્ણય લેવામાં આવ્યો છે. યુજીસીની ગાઈલ લાઇન મુજબ પરીક્ષા લેવાની રહેશે. 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે. જો કે, જે વિદ્યાર્થીઓને વિદેશમાં જવાનું હોય વધુ અભ્યાસ અર્થે કે અન્ય જગ્યાએ પ્રવેશ માટે લેવાની હોય તો 30 જુલાઇ સધી પરીક્ષા લેવાની તક આપવાની રહેશે.
રાજ્યમાં યુનિવર્સિટીઓની ફાઇનલ વર્ષની પરીક્ષા 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે

હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓની ફાઇનલ વર્ષની પરીક્ષા લેવા માટે મહત્વપૂર્ણ નર્ણય લેવામાં આવ્યો છે. યુજીસીની ગાઈલ લાઇન મુજબ પરીક્ષા લેવાની રહેશે. 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે. જો કે, જે વિદ્યાર્થીઓને વિદેશમાં જવાનું હોય વધુ અભ્યાસ અર્થે કે અન્ય જગ્યાએ પ્રવેશ માટે લેવાની હોય તો 30 જુલાઇ સધી પરીક્ષા લેવાની તક આપવાની રહેશે.

રાજ્યના શિક્ષણ વિભાગે કરેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપવા ઇચ્છતા હોય તેવા Online કે ઓફલાઇનની પણ વ્યવસ્થા કરવાની રહેશે. આ પરીક્ષા દરમિયાન આરોગ્યલક્ષી તકેદારી રાખવાની રહેશે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં હોય કે, બીજા રાજ્યના હોય તેઓ માટે ઓનલાઇન પરીક્ષાની પણ વ્યવસ્થા કરવી પડશે.

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ કે પરીક્ષા આપવા માટે વધુ મુવમેન્ટ ન કરવી પડે એટલા માટે હોલ ટિકિટ માટે ઓનલાઇન વ્યવસ્થા અને પરીક્ષા માટે નજીકના પરીક્ષા કેન્દ્રની પણ વ્યવસ્થા કરવી પડશે. રાજ્યની તમામ યુનિવર્સિટીને સ્થાનિક પરિસ્થિતિને અનુકુળ થઇને પરીક્ષાની તારીખ નક્કી કરવાની છૂટ આપવામાં આવી છે. જો કે, તમામે 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં પરીક્ષા પૂર્ણ કરવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news