Ahmedabad: પ્રેમ પ્રકરણમાં આરોપીએ ચાર લોકો પર કર્યો જીવલેણ હુમલો, આખરે થયું મોત, જાણો શું છે સમગ્ર ઘટના?
શહેરના ગોમતીપુર વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં છરીના ઘા ઝીંકીને 15 વર્ષીય સગીર ને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને આરોપી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જોકે ગોમતીપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગઈકાલે શહેરના ગોમતીપુર વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં છરીના ઘા ઝીંકીને 15 વર્ષીય સગીર ને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને આરોપી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જોકે ગોમતીપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બંને આરોપીએ પ્રેમ પ્રકરણમાં 15 વર્ષીય સગીર ને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બેફામ બનેલા આ બંને આરોપીઓના નામ ઈરફાન ઉર્ફે ગોલી પઠાણ અને સાકીબ છે. આરોપીઓને પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે જાહેરમાં તીક્ષ્ણ હથિયાર લઈને મૃતક ફૈજાન હુસેન પર આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો. મૃતકની ઉંમર માત્ર 15 વર્ષ હોવાનું સામે આવ્યું છે. આસપાસ માં લોકો વચ્ચે વચ્ચે બચાવવા જતાં આરોપીઓએ તેમના પર પણ હુમલો કર્યો અને 4 લોકોને ઇજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો. જો કે ઘટનાની જાણ ગોમતીપુર પોલીસને થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે..
સમગ્ર ગુનાની વિગતવાર વાત કરીએ તો આરોપી ઈરફાન ઉર્ફે ગોલી પઠાણ નું મૃતકની ભાભી સાથે પ્રેમ સંબંધ હતો અને જેના કારણે છેલ્લા 4 મહિનાથી મૃતક અને આરોપીઓ વચ્ચે અનેક વખત ઝગડા અને માર મારી પણ થઈ ચૂકી હતી. ઝગડા અને મારામારીની અદાવત રાખીને આરોપીઓએ ફૈજાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉ મારામારી અને પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા છે અને તડીપારી પણ ભોગવી ચુક્યો હોવાનુ સામે આવ્યુ છે.
ગોમતીપુર પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીને પકડી પાડ્યા છે. ત્યારે પોલીસને શંકા છે કે હત્યા પહેલા થયેલી માથાકૂટ બાદ બન્ને વચ્ચે મનદુખ હતું.. જે થઈ આરોપી એ હુમલો કર્યો હતો અને તેમા સગીરનુ મોત થયુ છે. સાથે જ 4 લોકોને ઈજા થતા પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનામાં આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ ચાલુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે