હવે પત્ર વિના પાણી નહિં, નર્મદા કેનાલનું પાણી લેવા માટે ખેડૂતોએ કરવી પડશે અરજી

સરકાર દ્વારા એ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે, કે જો ખેડૂતોને નર્મદાના પાણીની જરૂરિયાત હોય તો તે નર્મદાના પાણી માટે 5મી નવેમ્બર પહેલા અરજી કરી શકે છે.

હવે પત્ર વિના પાણી નહિં, નર્મદા કેનાલનું પાણી લેવા માટે ખેડૂતોએ કરવી પડશે અરજી

ગાંધીનગર: સરકારી પાણી માટે કાયદો કડક કર્યો છે. નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી કરતા લોકોની હવે ખેર નથી. કારણ કે સરકાર હવે જરૂકરિયાત વિના પાણી નહિં આપે તે નક્કી કરી લીધું છે. સામાન્ય રીતે આ વર્ષે ગુજરાત અને અને મઘ્યપ્રદેશમાં ઓછો વરસાદ પડવાને કારણે નર્મદા ડેમમાં પણ પાણીની અછત જોવા મળી રહી છે. નર્મદાના સરદાર સરોવર ડેમમાં પણ પાણીના જથ્થો પૂરતો હોવાથી સરકાર આ અંગે ગંભીર પગલાઓ લઇ રહી છે. 

નર્મદા કેનાલમાં પાણીની ચોરી કરનારની ખેર નહિં 
નર્મદા કેનાલમાં પાણીની ચોરી થવાના કેસોમાં વધારો થતા સરકારે કાયદો કડક કરવાની તવાયત હાથ ધરી છે. અને જો કોઇ નર્મદાના કેનાલમાંથી પાણીની ચોરી કરતા પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારે ખેડૂતોએ ખાતરી આપી છે, કે તેમને રિવ-શિયાળુ માટે પાણી નર્મદા કેનાલમાંથી મળશે. પરંતુ તે પહેલા જરૂરીયાત વાળા ખેડૂતોએ પાણી માટે 5મી નવેમ્બર પહેલા અરજી કરવી પડશે.

જેતે એરિયામાંથી 50%ખેડૂતોની માંગ હશે તો જ પાણી મળશે 
સરકાર દ્વારા એ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે, કે જો ખેડૂતોને નર્મદાના પાણીની જરૂરિયાત હોય તો તે નર્મદાના પાણી માટે 5મી નવેમ્બર પહેલા અરજી કરી શકે છે. જે તે વિસ્તારમાંથી જો 50% ખેડૂતો પાણીની માંગની અરજી કરશે તો જ તે વિસ્તારમાં પાણી આપવામાં આવશે. એટલે ખેડૂતોએ પાણી માટે પેપર પર માંગણી કરવી પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news