પાક વિમાને લઈને મોરબીમાં ખેડૂતોનો અનોખો વિરોધ, આવેદનપત્ર પાઠવ્યું

પાકવીમા કંપની સામે આરોપ કર્યો કે પ્રધાનમંત્રીની ગાઈલાઈનનું આ પાકવીમા કંપનીઓ ઉલ્લંઘન કરી રહી છે તેથી તેની સામે કડકાઈ વર્તી કાયદાકીય પગલા ભરવાની પણ આવેદનપત્રમાં માગ કરી છે. 

પાક વિમાને લઈને મોરબીમાં ખેડૂતોનો અનોખો વિરોધ, આવેદનપત્ર પાઠવ્યું

હિમાંશુ ભટ્ટ/મોરબીઃ કોરોનાનો કેર વિશ્વના અનેક દેશોમાં જોવા મળે છે પણ ગુજરાતમાં કોરોના નહીં પરંતુ વીમા કંપનીના કારણે ખેડૂતોનો મૃત્યુઆંક વધ્યો છે તેવો દાવો રાજ્યના ખેડૂતોએ કર્યો છે. ખેડૂતોએ ન્યાયની માગણી સાથે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાતમાં ખેડૂતોએ અતિવૃષ્ટિ અને માવઠાના કારણે મોટી નુકસાની સહન કરી છે. ખેડૂતોએ પાકવીમાના પ્રીમિયમ ભર્યા છતાં હજુ ખેડૂતોને કોઈ વળતર નથી મળ્યું કે પાકવીમા કંપની પાસેથી કોઈ યોગ્ય જવાબ પણ નથી મળ્યો. આવી જ ફરિયાદ લઈને મોરબીના ખેડૂતોએ અનોખો વિરોધ દર્શાવ્યો હતો. અત્યારે વિશ્વમાં કોરોનાનું સંકટ ફેલાયેલું છે ત્યારે આ ખેડૂતોએ શરીર પર પ્રોટેક્શન જેકેટ અને ચહેરા પર માસ્ક, ચશ્મા પહેરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોની ફરિયાદ છે કે કોરોના સામે તો રક્ષણ મળે તેમ છે પણ પાકવીમા કંપની સામે કઈ રક્ષણ મળી શકે તેમ નથી. 

જ્યાં વધુ લોકોના એકઠા થવાની તંત્રએ મનાઈ ફરમાવી છે ત્યારે મોટી માત્રામાં નહીં પણ માત્ર ખેડૂત આગેવોનાએ જ આવેદનપત્ર આપવા જવાનો નિર્ણય કર્યો હતો. પાકવીમા કંપની સામે આરોપ કર્યો કે પ્રધાનમંત્રીની ગાઈલાઈનનું આ પાકવીમા કંપનીઓ ઉલ્લંઘન કરી રહી છે તેથી તેની સામે કડકાઈ વર્તી કાયદાકીય પગલા ભરવાની પણ આવેદનપત્રમાં માગ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news