અમદાવાદમાં જાણીતા બિલ્ડરે નોંધાવી જમીન ઠગાઈની ફરિયાદ, બોડકદેવ પોલીસે શરૂ કરી કાર્યવાહી
ઈસ્કોન ગ્રુપના જયેશ કોટકે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોપ્યુલર બિલ્ડરના વિક્રમ પટેલ અને ક્રિનેશ પટેલ સામે જમીનની લે વેચ મામલે કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે વિક્રમ પટેલની અટકાયત કરી છે અને અન્ય એકની શોધખોળ હાથ ધરી છે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યમાં અવાર નવાર જમીન ઠગાઈને લઈને ફરિયાદ નોંધાતી હોયા છે, ત્યારે શહેરમાં પોશ વિસ્તાર સમા બોડકદેવમાં જમીન ઠગાઈને લઈને એક ફરિયાદ નોંધાઈ છે. જમીન વેચાણના નામે ઠગાઈ છે. વિક્રમ પટેલ અને ક્રિનેશ પટેલ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ નોંધાઈ છે. જેના કારણે બોડકદેવ પોલીસે બે આરોપીમાંથી એક આરોપીને અટકાયત કરી અન્યની શોધ ચાલું કરી છે.+
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ઈસ્કોન ગ્રુપના જયેશ કોટકે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોપ્યુલર બિલ્ડરના વિક્રમ પટેલ અને ક્રિનેશ પટેલ સામે જમીનની લે વેચ મામલે કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે વિક્રમ પટેલની અટકાયત કરી છે અને અન્ય એકની શોધખોળ હાથ ધરી છે.
આ ઘટનામાં પણ પોપ્યુલર બિલ્ડર્સનું નામ ખૂલ્યું છે, એટલે કે આરોપી પોપ્યુલર બિલ્ડર્સ રમણ પટેલનો ભત્રીજો હોવાનું ખુલ્યું છે. જેમણે કરોડો રૂપિયાની જમીન વેચાણના નામે ટોકન લઈને કરોડોની ઠગાઈ કરી છે. બોડકદેવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે