જોતજોતામાં આ ટ્રાફિક પોલીસનો FAKE VIDEO આખા વડોદરામાં વાયુવેગે ફેલાઈ ગયો

વડોદરામાં ટ્રાફિક પોલીસનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક ટ્રાફિક પોલીસ એક સાયકલવાળાને દંડ ફટકારી રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી તો ભારે ટુ વ્હીલર, કાર ચાલકો તથા ભારે વાહનોના ચાલકોને દંડ ફટકારવામાં આવતો હતો, પરંતુ સાયકલ ચાલકને દંડ ફટકારાયાની માહિતી વાયુવેગે શહેરમાં ફેલાઈ ગઈ હતી, અને વીડિયો અનેક શહેરીજનોના વોટ્સએપ પર પહોંચી ગયો હતો. ત્યારે લોકોએ સાયકલચાલકને દંડ ફટકારવા બદલ ટ્રાફિક પોલીસને મનોમન ગાળો પણ ભાંડી છે. ત્યારે આ વીડિયોની હકીકત જ કંઈક અલગ છે. 

જોતજોતામાં આ ટ્રાફિક પોલીસનો FAKE VIDEO આખા વડોદરામાં વાયુવેગે ફેલાઈ ગયો

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં ટ્રાફિક પોલીસનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક ટ્રાફિક પોલીસ એક સાયકલવાળાને દંડ ફટકારી રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી તો ભારે ટુ વ્હીલર, કાર ચાલકો તથા ભારે વાહનોના ચાલકોને દંડ ફટકારવામાં આવતો હતો, પરંતુ સાયકલ ચાલકને દંડ ફટકારાયાની માહિતી વાયુવેગે શહેરમાં ફેલાઈ ગઈ હતી, અને વીડિયો અનેક શહેરીજનોના વોટ્સએપ પર પહોંચી ગયો હતો. ત્યારે લોકોએ સાયકલચાલકને દંડ ફટકારવા બદલ ટ્રાફિક પોલીસને મનોમન ગાળો પણ ભાંડી છે. ત્યારે આ વીડિયોની હકીકત જ કંઈક અલગ છે. 

આ વીડિયોમાં ટ્રાફિક પોલીસ કોઈ સાયકલ ચાલકને મેમો આપતુ હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે આ ઘટના સમયે ત્યા ઉભેલા કેટલાક યુવકોએ ઘટનાને વીડિયોમાં કેદ કરી હતી. સમગ્ર ઘટનાની માહિતી લીધા વગર જ યુવાનોએ આ વીડિયો બનાવ્યો હતો, અને તેને વાઈરલ પણ કર્યો હતો. સત્ય જાણ્યા વગર જ લોકોએ પણ આ અર્ધસત્યનું તારણ કાઢ્યુ હતું.

CycleVideo.jpg

શું છે રિયલ ઘટના
આ ફેક વીડિયો વિશે પ્રકાશ પાડતા સમાચાર વિશે ખુલાસો કરતા અને આ વીડિયોમાં દેખાતા ટ્રાફિક પોલીસ ઈકબાલ યાકુબભાઈએ જણાવ્યું કે, આ ઘટના ચકલી સર્કલ ખાતે બનેલી છે. જેમાં હું ફરજ બજાવતો હતો, ત્યારે આઈસર ટેમ્પો નંબર GJ-06-AX 1968 ને મેં રોક્યો હતો અને તેની પાવતી બનાવી હતી. આઈસર ટેમ્પોનો ચાલક રમેશભાઈ વાદી પાસે રૂપિયા ન હોવાથી અને તે પોતાનું પર્સ ઘરે ભૂલી આવ્યો હતો. તે તેનો ટેમ્પો રોડની સાઈડ પર ઉભો રાખીને ઘરે રૂપિયા લેવા ગયો હતો. તેના આવ્યા બાદ મેં સમાધાનની શુલ્ક પાવતી આપી હતી. આ દરમિયાન કોઈએ વીડિયો ઉતાર્યો હતો, અને વાઈરલ કર્યો છે. વીડિયોમાં બતાવેલ સાઈકલચાલકને દંડના ન્યૂઝ ખોટા છે. 
 
આવી રીતે ફેલાય છે ફેક ન્યૂઝ    
ફેક ન્યૂઝ અંગે અવેરનેસ લાવવાના અનેક પ્રયાસો કરવામાં આવતા છતા લોકો સત્યને જાણ્યા વગર માહિતી ફોરવર્ડ કરે છે. ત્યારે વડોદરાના આ ટ્રાફિક પોલીસ પણ આવા ફેક વીડિયોનો ભોગ બન્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news