ગોવાની હોટલમાં રૂપાળીઓ સાથે મજા માણવાના રેકેટનો પર્દાફાશ, ગુજરાતી વેપારીઓ ટાર્ગેટ

‘સેક્સટોર્શન’નું આ આંતરરાજ્ય રેકેટ ઘણા સમયથી ચાલતું હતું. આ અંતર્ગત પોતાને બ્યુટિશિયન ગણાવતી મહિલાઓ ડેટિંગ એપ પર બિઝનેસમેન સાથે દોસ્તી કરતી હતી. પછી છોકરીઓ હોટલમાં મળતી અને સંબંધ બાંધતા અને બ્લેકમેલ કરીને લાખો રૂપિયા પડાવી લેતા હતા.

ગોવાની હોટલમાં રૂપાળીઓ સાથે મજા માણવાના રેકેટનો પર્દાફાશ, ગુજરાતી વેપારીઓ ટાર્ગેટ

ઝી બ્યુરો/અમદાવાદ: ગોવા પોલીસે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે જે મિત્રતા અને પ્રેમ, સેક્સ કરી વેપારીઓનું બ્લેકમેઈલિંગ કરતી હતી. આ ટોળકી ગુજરાતથી ગોવા આવતા વેપારીઓને ટાર્ગેટ કરતી હતી. બિઝનેસમેનને ટાર્ગેટ કરીને યુવતીઓ તેની સાથે ડેટિંગ એપ્સ પર મિત્રતા કરતી હતી અને પછી તેને ડેટ પર બોલાવતી હતી. યુવતી બિઝનેસમેનના ખર્ચે હોટલમાં રહેતી હતી અને સેક્સ પણ થતું હતું. આ પછી બ્લેકમેલિંગની વાર્તા શરૂ થતી. ગુજરાતના અનેક ધંધાર્થીઓ ગોવામાં ફસાયા છે. ગુજરાતીઓ જ સતત ફસાતાં પોલીસને શંકા ગઈ હતી અને તેમણે સઘન તપાસ કરતાં આ રેકેટનો પર્દાફાશ થયો હતો. હવે ગોવા પોલીસે આ કેસમાં ઘણા લોકોની ધરપકડ કરી છે.

‘સેક્સટોર્શન’નું આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ
વાસ્તવમાં ‘સેક્સટોર્શન’નું આ આંતરરાજ્ય રેકેટ ઘણા સમયથી ચાલતું હતું. આ અંતર્ગત પોતાને બ્યુટિશિયન ગણાવતી મહિલાઓ ડેટિંગ એપ પર બિઝનેસમેન સાથે દોસ્તી કરતી હતી. પછી છોકરીઓ હોટલમાં મળતી અને સંબંધ બાંધતા અને બ્લેકમેલ કરીને લાખો રૂપિયા પડાવી લેતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ઓછામાં ઓછી 15 મહિલાઓની ઓળખ બહાર આવી છે. આમાં એક વકીલનો પણ સમાવેશ થાય છે. આ લોકો હત્યાના આરોપમાં ગુજરાતની જેલમાં બંધ મહિલાના આદેશ પર કામ કરતા હતા. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આ ગેંગે ગોવામાં બળાત્કારના ખોટા આરોપોના આધારે ત્રણ કેસ દાખલ કર્યા છે.

 શારીરિક સંબંધ બાંધ્યા બાદ બ્લેકમેઈલ
પીડિત બિઝનેસમેન સામે શારીરિક સંબંધ બાંધ્યા બાદ બ્લેકમેઈલ કરવા અને પૈસા આપવાનો ઈન્કાર કરવા બદલ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે ગુજરાતની કેટલીક મહિલાઓએ ઘણી વખત આવી ફરિયાદો નોંધાવી ત્યારે અમને શંકા ગઈ. તમામ કેસમાં તેણીએ આક્ષેપ કર્યો હતો કે તેણી પર બળાત્કાર થયો હતો, પરંતુ તપાસમાં મામલો ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. આવા જ એક કેસમાં 22 ઓગસ્ટે એક બ્યુટિશિયન, તેના પિતરાઈ ભાઈ અને ડ્રાઈવર ઉત્તર ગોવાના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મહિલાનો આરોપ છે કે ઉત્તર ગોવાની એક હોટલમાં ગુજરાતના એક વેપારીએ તેની સાથે બળાત્કાર કર્યો હતો.

વેપારી સાથે 2 લાખ રૂપિયામાં સમાધાન
ત્યારબાદ તે જ દિવસે મહિલાએ પોલીસ સ્ટેશનની બહાર વેપારી સાથે 2 લાખ રૂપિયામાં સમાધાન કરી લીધું હતું. બે દિવસ પછી એ જ લોકો ફરિયાદ કરવા બીજા પોલીસ સ્ટેશન પહોંચ્યા. આ વખતે મહિલાના પિતરાઈ ભાઈએ પીડિતા હોવાનો દાવો કર્યો છે. બ્યુટિશિયને પોતાનો પરિચય તેના મિત્ર તરીકે આપ્યો. તેણીએ આરોપ લગાવ્યો હતો કે તેણીની ગોવા જતી ફ્લાઇટમાં ગુજરાતના એક કોન્ટ્રાક્ટરને મળી હતી અને તે તેણીને એક રિસોર્ટમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર કર્યો હતો. પોલીસે આ કેસમાં કોન્ટ્રાક્ટરની ધરપકડ પણ કરી હતી, પરંતુ થોડા જ દિવસોમાં ફરી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને આરોપી ગુજરાતનો અન્ય એક વેપારી હોવાનું બહાર આવ્યું હતું.

મહિલાઓની પ્રોફાઇલ પણ સમાન
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ તમામ ફરિયાદો સમાન હતી અને મહિલાઓની પ્રોફાઇલ પણ સમાન હતી. તમામ આરોપીઓ ગુજરાતના હતા અને પીડિતો પણ હતા. પોલીસને આ વાત પર શંકા ગઈ અને જ્યારે તપાસ શરૂ થઈ તો સમગ્ર મામલો સામે આવ્યો. તપાસમાં સામે આવ્યું છે કે છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીએ 2 લાખ રૂપિયામાં કરાર કર્યો હતો તેની પાસેથી 15 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જ્યારે તેણે ના પાડી તો તેને કેસ કરવાની ધમકી આપવામાં આવી અને પછી પોલીસ સ્ટેશનની બહાર વેપારીએ 2 લાખ રૂપિયામાં સમાધાન કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news