ગેસના તોતીંગ ભાવ વધારાથી ગૃહિણીઓનુ બજેટ ખોરવાયું, મહિલાઓએ અનોખી રીતે રોષ વ્યક્ત કર્યો

દેશમા દિન પ્રતિદિન મોંઘવારીનુ પ્રમાણ વધતુ જાય છે અને તમામ ચીજ વસ્તુઓના ભાવોમા ઉતરોત્તર વધારો થઈ રહયો છે. ખાદ્ય પદાર્થ હોય કે જીવન જરૂરિયાતની વસ્તુઓ ભાવો આસમાને ચડી ગયા છે. મોંઘવારીએ પણ માજા મુકી છે, ગરીબ અને મધ્યમ પરીવારની કમર તુટી ગઈ છે.

ગેસના તોતીંગ ભાવ વધારાથી ગૃહિણીઓનુ બજેટ ખોરવાયું, મહિલાઓએ અનોખી રીતે રોષ વ્યક્ત કર્યો

ઝી ન્યૂઝ/રાજકોટ: જિલ્લાના ધોરાજીમાં ગેસના બાટલાના તોતીંગ ભાવ વધારાથી ગૃહિણીઓનુ બજેટ ખોરવાઈ ગયુ. મહિલાઓએ અનોખી રીતે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મહિલાઓએ મોંઘવારીથી કંટાળીને વિરોધ પ્રદર્શન કર્યું. શાકભાજી, રાંધણગેસ, પેટ્રોલ સહિત તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધ્યા છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વધુ પરેશાન થવું પડી રહ્યું છે. જેનો વિરોધ મહિલાઓએ દેશી ચુલા પર જાહેરમાં રસોઈ કરીને વિરોધ જાહેર કર્યો.

દેશમા દિન પ્રતિદિન મોંઘવારીનુ પ્રમાણ વધતુ જાય છે અને તમામ ચીજ વસ્તુઓના ભાવોમા ઉતરોત્તર વધારો થઈ રહયો છે. ખાદ્ય પદાર્થ હોય કે જીવન જરૂરિયાતની વસ્તુઓ ભાવો આસમાને ચડી ગયા છે. મોંઘવારીએ પણ માજા મુકી છે, ગરીબ અને મધ્યમ પરીવારની કમર તુટી ગઈ છે.

ઉનાળો શરૂ થતાં જ લીંબુના ભાવ પહોંચ્યા આસમાને, જાણો ભાવમાં કેટલો નોંધાયો વધારો

છેલ્લા બે વર્ષ કોરોના મહામારીએ લોકોની કમર તોડી નાંખી છે. લોકોના ધંધો, વેપાર, રોજગારમાં ભારે અસર પડી છે. કોરોના કાળમા ગરીબ પરીવાર અને મધ્યમ પરીવાર પોતાના અને પોતાના સ્વજનોના આરોગ્યમા ભારે હેરાન પરેશાન થઈ ગયા હતા. પરંતુ સદ્દનસીબે કોરોનાની હાલ ત્રીજી લહેરમા વાંધો ન આવ્યો. ધંધો, વેપાર, રોજગારમાં લોકોની માંડ ગાડી પાટે ચડી અને જનતાએ રાહતનો શ્વાસ લીધો, ત્યા ફરી મોંઘવારીની મોટી આફત આવી. દિવસેને દિવસે વધતી મોંઘવારીએ ફરી સામાન્ય ગરીબ વર્ગના પરીવારમા ચિંતા વધારી ખાદ્ય, તેલ, અન્ય ચીજવસ્તુઓ તથા ઘર વપરાશમાં આવતા ગેસમાં કમરતોડ ભાવ વધારો આવતા ગરીબ પરીવાર હેરાન પરેશાન થઈ રહ્યો છે.

ઘર વપરાશના ગેસના બાટલામા વધારો થતા ધોરાજીની કૈલાશ નગરમા રહેતી મહિલાએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે જણાવ્યું કે સરકાર એક સમયે યોજનાઓમાં મફતમાં ગેસના બાટલા આપ્યા બાદ લોકોને દેશી ચુલા બંધ કર્યા અને ગેસના બાટલાનો ઉપયોગ કરવા માંડ્યા હતા.

દિન પ્રતિદિન ભાવોમાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે અને રસોઈ પણ મોંઘીદાટ થઈ રહી છે, ત્યારે મહિલાઓમા રોષ જોવા મળ્યો છે. જેથી એક દિવસમાં પચાસ રૂપિયાનો વધારો ઝીંકી દેતા સામાન્ય માણસોની ઘ એટલે ઉંઘ ખરાબ થઈ ગઈ છે. ગેસના બાટલાના ભાવમાં જો ભાવમાં વધારો આવે તો પણ ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે, ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુ કે રાંધણગેસના ભાવમાં દિવસેને દિવસે વધારો થતા ગેસના બાટલાના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે સામાન્ય આવકમાં ગૃહિણીઓ ઘર કેમ ચલાવી શકે? ધોરાજીની સ્થાનીક મહિલાઓએ ગેસના બદલે દેશી ચુલ્લા પર રસોઈ કરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news