પંજાબની સરકારે પૂરુ કર્યુ વચન, ભ્રષ્ટાચાર રોકવા માટે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

મહત્વનું છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 17 માર્ચે જાહેરાત કરી હતી કે તેમની સરકાર 23 માર્ચે રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન જાહેર કરશે, જેથી લોકો ભ્રષ્ટ અધિકારીઓની માહિતી આપી શકે.
 

પંજાબની સરકારે પૂરુ કર્યુ વચન, ભ્રષ્ટાચાર રોકવા માટે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

નવી દિલ્હીઃ શહીદ ભગત સિંહના બલિદાન દિવસ પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એન્ટી કરપ્શન હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. આ નંબર પર લોકો વોટ્સએપ કરી ભ્રષ્ટાચારની ફરિયાદ કરી શકશે. પંજાબના મુખ્યમંત્રી તરફથી જાહેર મોબાઇલ નંબર 9501200200 છે. 

ભ્રષ્ટાચાર મુક્ત સરકાર જ સાચી શ્રદ્ધાંજલિ
હેલ્પલાઇન નંબર જાહેર કર્યાં બાદ એક નિવેદનમાં મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ- આજે શહીદ દિવસના અવસર પર અમે એક ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન શરૂ કરી રહ્યાં છીએ. જો કોઈ તમારી પાસે લાંચ માગે છે તો 9501200200 પર એક ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ મોકલો. તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ભ્રષ્ટાચાર મુક્ત પંજાબ આપણા વીર શહીદોને સાચી શ્રદ્ધાંજલિ હશે. 

ਭ੍ਰਿਸ਼ਟਾਚਾਰ ਮੁਕਤ ਪੰਜਾਬ ਸਾਡੇ ਬਹਾਦਰ ਸ਼ਹੀਦਾਂ ਦੇ ਲਈ ਸੱਚੀ ਸ਼ਰਧਾਂਜਲੀ ਹੋਵੇਗੀ। pic.twitter.com/I4Le7p9g4A

— Bhagwant Mann (@BhagwantMann) March 23, 2022

મુખ્યમંત્રીએ પૂરુ કર્યુ વચન
મહત્વનું છે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 17 માર્ચે જાહેરાત કરી હતી કે તેમની સરકાર 23 માર્ચે રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન જાહેર કરશે, જેથી લોકો ભ્રષ્ટ અધિકારીઓને ઉઘાડા પાડી શકે. મુખ્યમંત્રીએ ભાર આપતા કહ્યુ કે, તે રાજ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે. દિલ્હીના મુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે માનની જાહેરાતનું સ્વાગત કર્યુ હતું. તેમણે કહ્યું કે, તેમની સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં ભ્રષ્ટાચારનો સફાયો કરી દીધો અને હવે માન તથા તેમના મંત્રી પંજાબમાં એક ઈમાનદાર સરકાર ચલાવશે. 

શહીદોને આપી શ્રદ્ધાંજલિ
આ પહેલાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શહીદી દિવસ પર ખટકડ કલામાં ભગત સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યુ કે, આજે અમે ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન નંબર શરૂ કરી રહ્યાં છીએ, જ્યાં તમે ફરિયાદ કરી શકો છો અને અમે તેના પર કાર્યવાહી કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news