અમદાવાદના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ: અનેક વૃક્ષો ધરાશાયી, ઠેર ઠેર ટ્રાફિક જામ

અમદાવાદમાં એસ.જી હાઈવે, ગોતા, ઘાટલોડિયામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે સરસપુર, ગોમતીપુર, રખિયાલ, સારંગપુર વિસ્તારમાં હળવો વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વરસાદી વાતાવરણના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.

 અમદાવાદના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ: અનેક વૃક્ષો ધરાશાયી, ઠેર ઠેર ટ્રાફિક જામ

ઝી બ્યુરો/અમદાવાદ: છેલ્લા બે દિવસથી અસહ્ય બફારાને કારણે લોકો અકળાયા હતા. જોકે અમદાવાદમાં સમીસાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સાંજે આકાશમાં શહેરના અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયા હતા. ત્યારબાદ કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાંજના સમયે અમદાવાદના વાતાવરણમાં પલટા બાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. 

અમદાવાદમાં એસ.જી હાઈવે, ગોતા, ઘાટલોડિયામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે સરસપુર, ગોમતીપુર, રખિયાલ, સારંગપુર વિસ્તારમાં હળવો વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વરસાદી વાતાવરણના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. જ્યારે થલતેજ, મેમનગર તરફ, એસજી હાઇવે, આશ્રમ રોડ, પાલડી, ઉસમાનપુરા સહિત મોટાભાગના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.

મહત્વનું છે કે અમદાવાદમાં સમીસાંજે ભારે પવન અને વીજળીના પ્રચંડ ગડગડાહટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. વીજળીના કડાકાથી લોકો ધ્રુજી ઉઠ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. જોકે શહેરમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. અમદાવાદ પશ્ચિમમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે ભારે પવન સાથે વરસાદ આવતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર, IIM, ઇસ્કોન, બોપલ વગેરે વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વાતાવરરણમાં અચાનક પલટો આવતા ગરમીથી લોકોને રાહત મળી છે.

રાજ્યમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ચુક્યું છે. જોકે હજી સુધી ફક્ત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં મેઘરાજાએ બહુ રાહ જોવડાવી હતી. જોકે આજે સમીસાંજે વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા અમદાવાદીઓને ગરમીથી રાહત મળી છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં મિની વાવાઝોડું ફુંકાયું છે. શહેરના મેમનગર-મકરબા, નારણપુરા સહિતના વિસ્તારોમાં તોફાની વરસાદ પડ્યો છે. શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ મળ્યા છે. જેણા કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થયો છે. આસ્ટોડિયા નજીક એએમસીનું બોર્ડ પડ્યું હોવાના સમાચાર છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

તમને જણાવી દઈએ કે, ગુજરાતના 8 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જેમાં બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર, સુરત, તાપી, વાપી, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદ નોંધાયો છે.

ગુજરાતના 50 તાલુકામાં વરસાદ
અમદાવાદમાં હાલ ચારેબાજુ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આજે ગુજરાતના 50 તાલુકામાં વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે વલસાડના ધરમપુરમાં 2 ઈંચ વરસાદ, તાપીના સોનગઢમાં પોણા 2 ઈંચ વરસાદ અને ફતેપુરા અને વઘઈમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે.

ઉમરપાડામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ 
ઉમરપાડામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે. માત્ર બે કલાકમાં ઉમરપાડા વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. નદીઓમાં નવા નીર આવ્યા છે. નીચાણ વારા વિસ્તારમાં પાણી ભરાયા હોવાના અનેક અહેવાલો છે. ઉમરપાડાના ગોંડલીયા ગામે ઘરના પતરા ઉડ્યા છે. કેવડી-ઉમરપાડા માર્ગ પર આવેલ ચીરપણ ગરનાળુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. બે કલાકના વરસાદે ઉમરપાડા વિસ્તારને પ્રભાવિત કર્યો.

માલપુર તાલુકામાં આસ્થાનો વિજય
અરવલ્લીમાં પર્જન્ય યજ્ઞ દરમિયાન ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા કરાયેલ હવન દરમિયાન ભારેથી અતિભારે વરસાદ આવ્યો છે. વડલા ફળીમાં હવન દરમિયાન વરસાદ આવ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ ભારે વરસાદ વરસ્યો છે. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. અસહ્ય ઉકળાટ બાદ આવેલ વરસાદથી વાતાવરણમાં ખુશી છવાઈ છે.

પંચમહાલમાં વરસાદનું આગમન
ગોધરામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગરમીના વાતાવરણમાંથી રાહત મળી છે.

રાજકોટમાં તોફાની વરસાદ
રાજકોટમાં પણ આજે બપોરે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બપોર પછી 4 વાગ્યા પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં ભારે પવન અને વીજળીના ગડગડાહટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જોકે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. તેમજ અનેક જગ્યાએ ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news