વડોદરામાં સ્વૈચ્છીક બંધ, CAA-NRCનો વિરોધ કરૂ છું તેવા બેનરો લગાવાતા તંગદીલી

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં વડોદરા શહેરનાં મુસ્લિમ બહુમતીવાળા માંડવી, ફતેહપુરા, યાકુતપુરા, મચ્છીપીઠ, પાણીગેટ અને રાવપુરા સહિતનાં વિસ્તારોમાં લોકોએ સ્વૈચ્છીક બંધ પાળ્યો હતો. બુધવારે રાત્રે વડોદરા શહેરમાં હું CAB અને NRCનો વિરોધ કરુ છું તેવા અર્થના હિંદી લખેલાશબ્દોનો પુરજોરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

વડોદરામાં સ્વૈચ્છીક બંધ, CAA-NRCનો વિરોધ કરૂ છું તેવા બેનરો લગાવાતા તંગદીલી

વડોદરા : નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં વડોદરા શહેરનાં મુસ્લિમ બહુમતીવાળા માંડવી, ફતેહપુરા, યાકુતપુરા, મચ્છીપીઠ, પાણીગેટ અને રાવપુરા સહિતનાં વિસ્તારોમાં લોકોએ સ્વૈચ્છીક બંધ પાળ્યો હતો. બુધવારે રાત્રે વડોદરા શહેરમાં હું CAB અને NRCનો વિરોધ કરુ છું તેવા અર્થના હિંદી લખેલાશબ્દોનો પુરજોરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

પોલીસ દ્વારા 5 યુવાનોની પુછપરછ કરવામાં આવતા ટોળા ઉમટ્યાં
પોસ્ટર લગાવવા બાબતે 5 યુવાનોને પુછપરછ માટે રાવપુરા પોલીસ લઇ જતા લોકોનાં ટોળા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે પુછપરછ કરીને પાંચેય યુવાનોને છોડી દીધા હતા. રાવપુરા પોલીસ સ્ટેશને ઉચ્ચ પોલીસ અધિકારીઓની આવન જાવનને પગલે કુતુહલ વ્યાપ્યું હતું. લોકોનાં ટોળેટોળા એકત્ર થતા રાવપુરા રોડ પર ભારે ટ્રાફીક જામ થયો હતો. 

અમદાવાદનાં પગલે વડોદરાનાં સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ
નાગરિક સંશોધન બિલનાં વિરોધમાં અમદાવાદમાં તોફાનો થયા બાદ વડોદરાના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ વધારી દીધું છે. વડોદરાનાં માંડવી, પાણીગેટ, ફતેહપુરા, યાકુતપુરા અને મચ્છીપીઠ સહિતનાં વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પીસીઆર વાન સાથે ઘોડેસવાર પોલીસ પેટ્રોલિંગમાં જોડાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news