AHMEDABAD માં કોરોના સ્ફોટક પણ જેણે રસી લીધી છે તે શક્તિમાન, રસી નથી લીધી તે વેન્ટિલેટર પર

શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસો વચ્ચે પણ સ્થિતિ નિયંત્રણમાં હોવાનો સિવિલ સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશીએ દાવો કર્યો હતો. અમદાવાદમાં પ્રતિદિન બે હજાર કેસો આવવા છતાં સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં માત્ર 17 કોરોનાના દર્દીઓ સારવાર ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ 17 માંથી એક ઓમીક્રોન સંક્રમિત દર્દી સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ 12 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ હોવાનો પણ તેઓએ દાવો કર્યો હતો. 
AHMEDABAD માં કોરોના સ્ફોટક પણ જેણે રસી લીધી છે તે શક્તિમાન, રસી નથી લીધી તે વેન્ટિલેટર પર

અતુલ તિવારી/અમદાવાદ : શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસો વચ્ચે પણ સ્થિતિ નિયંત્રણમાં હોવાનો સિવિલ સુપ્રીટેન્ડન્ટ રાકેશ જોશીએ દાવો કર્યો હતો. અમદાવાદમાં પ્રતિદિન બે હજાર કેસો આવવા છતાં સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં માત્ર 17 કોરોનાના દર્દીઓ સારવાર ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ 17 માંથી એક ઓમીક્રોન સંક્રમિત દર્દી સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ 12 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ હોવાનો પણ તેઓએ દાવો કર્યો હતો. 

બે દર્દીઓ બાયપેપ પર સારવાર હેઠળ, આ બંને દર્દીઓએ નથી લીધી કોરોનાની વેકસીન જેના કારણે તેઓ સિરિયસ હોવાનું જણાવ્યું હતું. હાલ 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે, આ દર્દીઓમાં પણ વેકસીનનો બંને ડોઝ નહી લેનારા દર્દીઓનો પણ સમાવેશ થાય છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોકટર રાકેશ જોશીએ કહ્યું કે, કોરોના સંક્રમિત થઈએ અને બાયપેપનો માસ્ક પહેરવો પડે એ કરતા N95 માસ્ક પહેરવું સરળ છે, એટલે લોકો માસ્ક પહેરે છે. સૌ કોઈ વેકસીનનું મહત્વ સમજે અને વેકસીન લેવાથી કોરોનાનું સંક્રમણ થાય તો પણ હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર મોટાભાગના કિસ્સાઓમાં નથી પડી રહી.

ભવિષ્યમાં હજુ કેસો વધે અને હોસ્પિટલાઈઝેશન વધવા લાગે તો સિવિલ કેમ્પસમાં 3000 બેડ સુધી આપણે દર્દીઓ માટે વ્યવસ્થા ઉભી કરી શકીશું તેવું પણ જણાવ્યું હતું. બીજા વેવ સમયે ઉપયોગમાં લેવાયેલી દવાના જથ્થા કરતા દોઢ ગણો જથ્થો ત્રીજી લહેરની આશંકને પગલે આપણે સુરક્ષિત કર્યો હતો, એટલે દવાઓની કોઈ ચિંતા નથી. 1200 બેડ હોસ્પિટલમાં તમામ બેડ ઓક્સિજનની સુવિધા સાથે તૈયાર કરી લેવાઇ છે. ઓક્સિજન પ્લાન્ટની પૂરતી વ્યવસ્થા છે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના તમામ કર્મચારીઓને કોવિડના દર્દીઓની સારવાર માટે જરૂરી ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. 

હાલની પરિસ્થિતિને જોતા સૌ કોઈ N95 માસ્ક પહેરે એ ખૂબ જરૂરી છે, સ્ટાઈલિશ માસ્ક, કાપડના માસ્ક, રૂપાલ શક્ય હોય તો પહેરવાનું ટાળીએ છીએ. સરકાર સારવાર માટે સુવિધાઓ ઉભી કરી શકશે, પણ સાવચેતી આપણે પોતે જ રાખવી પડશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. કોરોના હજુ ગયો નથી એટલે કોઈપણ ભીડવાળા સ્થળો, મેળાવડા અથવા સામાજિક કે રાજકીય પ્રસંગોમાં જવાનું ટાળવું જોઈએ તેવી અપીલ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news