પ્યુરીફાયર વાપરતા લોકો જરૂર વાંચે આ ન્યૂઝ, સસ્તાની લાલચમાં છેતરાતા નહી

યુરેકા ફોર્બ્ઝના નામની નકલ કરેલાં અને દેખીતી રીતે યુરેકા ફોર્બ્ઝની પ્રોડકટ હોય તેવાં ફીચર ધરાવતા  2,000 કાર્ટ્રીઝ અને 150 યુનિટ, આરઓ કન્ઝ્યુમેબલ કીટસનો સમાવેશ થાય છે.

પ્યુરીફાયર વાપરતા લોકો જરૂર વાંચે આ ન્યૂઝ, સસ્તાની લાલચમાં છેતરાતા નહી

અમદાવાદ:  ભારતની અગ્રણી હેલ્થકેર અને હાઈજીન કંપની યુરેકા ફોર્બ્ઝ લિમિટેડે (ઈએફએલ) અમદાવાદમાંથી રૂ.15.56 લાખની કિંમતની ડુપ્લીકેટ પ્રોડકટસનો જંગી જથ્થો ઝડપી લીધો છે. જે માલ જપ્ત કરાયો છે તેમાં યુરેકા ફોર્બ્ઝના નામની નકલ કરેલાં અને દેખીતી રીતે યુરેકા ફોર્બ્ઝની પ્રોડકટ હોય તેવાં ફીચર ધરાવતા  2,000 કાર્ટ્રીઝ અને 150 યુનિટ, આરઓ કન્ઝ્યુમેબલ કીટસનો સમાવેશ થાય છે. આ સંદર્ભમાં ‘આર પ્યોર વૉટર ટેકનોલોજી’ના ભાગીદાર નિરંજનસિંઘ વિનોદસિંઘ ભદોરીયા અને રાહુલ મુકેશલાલ ઓબેરોય સામે અમદાવાદના નરોડા પોલિસ સ્ટેશનમાં કોપીરાઈટ એકટ અને ઈન્ડીયન પીનલ કોડ (આઈપીસી) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. બંને આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે.

આ પ્રોડકટના ઉત્પાદકોએ ઝડપી લીધેલી પ્રોડકટસમાં યુરેકા ફોર્બ્ઝ અને ‘એક્વાગાર્ડના નામ અને સ્ટાર એમ્બલેમ તેમજ બાળક અને માતાની તસવીરનો ઉપયોગ કરીને ઈએફએલના કોપીરાઈટનો ભંગ કર્યો છે. આ ઉપરાંત આ નકલી માલના ઉત્પાદનમાં સિગ્નેચર બ્લુ અને વ્હાઈટ કલર સ્કીમ તથા ફોન્ટ સ્ટાઈલની નકલ કરીને સ્પષ્ટ રીતે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.

આ ઉપરાંત ઝડપી લેવાયેલી નકલી પ્રોડકટના ઉત્પાદકોએ, જો કોઈ ફરિયાદ હોય તો યુરેકા ફોર્બ્ઝની વિગત અને ઈ-મેઈલ આઈડી પણ આ સામગ્રી ઉપર જણાવ્યા છે. આ પ્રકારની નકલને કારણે ગ્રાહકો માટે અસલી અને ડુપ્લીકેટ સ્પેરપાર્ટસ  વચ્ચેનો તફાવત પારખવાનું મુશ્કેલ હોવાના કારણે ભોળા ગ્રાહકો છેતરાયા હતા અને આરોગ્ય માટે મોટા જોખમનો ભોગ બન્યા હતા.

આ પ્રકારની નકલી પ્રોડકટસ અને છેતરપિંડીના કિસ્સા ભૂતકાળમાં પણ પકડાયા છે અને યુરેકા ફોર્બ્ઝ આવી નકલી પ્રોડકટસ અને પ્યુરીફાયરના પાર્ટસ ઝડપી લેવા સતત પ્રયાસો કરી રહી છે. સમાન પ્રકારના કિસ્સાઓમાં મુંબઈની પૂર્ણિમા ઈન્ડસ્ટ્રીઝ અને બેંગ્લોરની એક્વા કેર સામે નકલી પ્રોડકટસ દ્વારા ગ્રાહકોની છેતરપિંડી કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news