કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલને ચૂંટણી પંચે આપી નોટીસ, માગ્યો ખુલાસો
વિજયનગરમાં કોંગ્રેસના વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે સબસ્ટેશનને સળગાવી દેવાની ધમકી આપતા ચૂંટણી પંચ દ્વારા નોટીસ ફટકારી ખુલાસો માગ્યો છે.
Trending Photos
શૈલેશ ચૌહાણ, સાબરકાંઠા: ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019)ના મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. જેને લઇ રાજકીય નેતાઓ તેમના મત વિસ્તારમાં પ્રચાર કરવામાં લગ્યા છે. ત્યારે વિજયનગરમાં કોંગ્રેસના વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે સબસ્ટેશનને સળગાવી દેવાની ધમકી આપતા ચૂંટણી પંચ દ્વારા નોટીસ ફટકારી ખુલાસો માગ્યો છે.
બે દિવસ પહેલા વિજયનગરમાં કોંગ્રેસના વિજય વિશ્વાસ સંમેલન યોજાયુ હતું. આ સંમેલનમાં ખેડબ્રહ્મા-વિજયનગરના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. જાહેર સભા સ્થળ પર લાઇટ ડુલ થઇ ગઇ હતી. જેને લઇ સભા મંચ પરથી ધારાસભ્ય અશ્વિન કોટવાલે સબસ્ટેશનને સળગાવી દેવાની ધમકી આપી હતી.
આ ઘટનાને પગલે ધારાસભ્ય અશ્વિન કોટવાલને ચૂંટણી પંચ દ્વારા નોટીસ ફટકારી છે. જેમાં ચૂંટણી પંચે તેમની પાસે ખુલાસો માગ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019) ની મતદાન પ્રક્રિયા 23 એપ્રિલના રોજ યોજાશે. તે પહેલા રાજકિય નેતાઓ આરોપ-પ્રત્યારોપ તેમજ વિવાદિત નિવેદનો આપી કોઇને કોઇ રીતે આચાર સંહિતાનો ભંગ કરતા જોવા મળી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે