બોર્ડની પરીક્ષામાં યુવરાજસિંહના આક્ષેપ બાદ શિક્ષણ વિભાગ હરકતમાં, જાહેર વીડિયો મુદ્દે થઈ શકે છે તપાસ

યુવરાજસિંહ જાડેજા દ્વારા જાહેર થયેલા બોર્ડની પરીક્ષામાં ડમીકાંડનો મામલે યુવરાજસિંહના આક્ષેપ બાદ શિક્ષણ વિભાગ હરકતમા આવ્યું છે. યુવરાજસિંહ દ્વારા જાહેર થયેલા વિડીઓ બાબતે શિક્ષણ વિભાગ તપાસ કરી શકે છે.

બોર્ડની પરીક્ષામાં યુવરાજસિંહના આક્ષેપ બાદ શિક્ષણ વિભાગ હરકતમાં, જાહેર વીડિયો મુદ્દે થઈ શકે છે તપાસ

ઝી બ્યુરો/ગાંધીનગર: ડમી ઉમેદવાર કાંડ બાદ યુવરાજસિંહે વધુ એક ધડાકો કર્યો છે. યુવરાજ સિંહે સ્પર્ધાત્મક પરીક્ષા ઉપરાંત ધોરણ 12માં પણ ડમી કાંડના પુરાવા જાહેર કર્યા છે. ઋષિ બારૈયા નામના ડમી વિદ્યાર્થીએ પરીક્ષા આપી હોવાની કબૂલાત કરતો વીડિયો પણ યુવરાજે જાહેર કર્યો છે. ઋષિ બારૈયાએ અમરેલીની તુન્ની વિદ્યામંદિર શાળામાં બોર્ડની પરીક્ષા આપી હતી. આ સિવાય અન્ય એક વિદ્યાર્થીનું નામ પણ યુવરાજે જાહેર કર્યું છે. તેમણે PKના કહેવાથી પરીક્ષા આપી હતી.

યુવરાજસિંહ જાડેજા દ્વારા જાહેર થયેલા બોર્ડની પરીક્ષામાં ડમીકાંડનો મામલે યુવરાજસિંહના આક્ષેપ બાદ શિક્ષણ વિભાગ હરકતમા આવ્યું છે. યુવરાજસિંહ દ્વારા જાહેર થયેલા વિડીઓ બાબતે શિક્ષણ વિભાગ તપાસ કરી શકે છે. શિક્ષણ વિભાગ સીસીટીવીના આધારે તપાસ કરે તેવી સંભાવના છે. ધોરણ 12ની પરીક્ષામાં પણ ભૂતિયા ઉમેદવારો બેસતા હોવાના યુવરાજસિંહના આરોપ બાદ શિક્ષણ વિભાગની ઊંઘ હરામ થઈ ગઈ છે. 

સૂત્રોનું માનીએ તો શિક્ષણ વિભાગ પોતાને લોકોની નજરોમાં નિષ્પક્ષ સાબિત કરવા ધોરણ 12 ડમીકાંડમાં બોર્ડની પરીક્ષા સમયના CCTVના આધારે  તપાસ કરી શકે છે. જો કે યુવરાજે પુરાવા જાહેર કર્યા તેનાથી એ શંકા વધુ દ્રઢ બની છે કે સરકારી ભરતી બોર્ડની જેમ ધોરણ 10-12ના બોર્ડમાં પણ ભૂતિયા ઉમેદવારો બેસે છે અને તેમને બોર્ડ પકડી શક્યું નથી. આ બોર્ડની સરેઆમ નિષ્ફળતા છે.

ઉલ્લેખનીય છે કે, યુવરાજે આજે આરોપ લગાવ્યો છે કે ડમી કાંડમાં નાની માછલીઓ નહી મોટા મગરમચ્છ સંડોવાયેલા છે. એમનાં નામ આવતી કાલે યુવરાજસિંહ જાહેર કરશે. યુવરાજસિંહે દાવો કર્યો છે કે ગુજરાત બોર્ડની પરીક્ષામાં ડમી કાંડ 2004 થી ચાલી રહ્યો છે એટલે કે છેલ્લાં 19 વર્ષથી ગુજરાતમાં ભૂતિયા ઉમેદવારો બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે અને મુન્નાભાઈઓ પાસ થઈને આગળ વધી રહ્યા છે. આગામી દિવસોમાં ગુજરાત ફાઈલનું વધુ ચેપ્ટર ખુલશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news