સૌરાષ્ટ્રની ધરા ફરી એકવાર ધ્રુજી, અમરેલીમાં ધરતીકંપના આંચકાઓના પગલે લોકોમાં ભયનો માહોલ

ગુજરાતમાં ધરતીકંપની ઘટનાઓમાં ફરી એકવાર વધી ગઇ છે. ગુજરાતના કચ્છ બાદ અનેક જિલ્લાઓમાં ધરતીકંપની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતના અમરેલી જિલ્લામાં આજે ફરી એકવાર ધરતીકંપ અનુભવાયો હતો. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. ખાંભા તાલુકાના ભાડ, વાંકીયા, મિતિયાળા અને સાકરપરા ગામમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. 2 દિવસ પહેલા રાત્રે ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા. 

  • બપોરે 2:59 મિનિટ ભૂકંપનો આંચકો આવ્યો
  • ખાંભા તાલુકામાં અનુભવાયા ભૂકંપના આંચકા
  • ખાંભા તાલુકાના ભાડ, વાંકીયા, મિતિયાળા અને સાકરપરા ગામમાં ભૂકંપના આંચકા
  • 2 દિવસ પહેલા રાત્રે ખાંભા તાલુકાના ગ્રામ્યવિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા હતા

Trending Photos

સૌરાષ્ટ્રની ધરા ફરી એકવાર ધ્રુજી, અમરેલીમાં ધરતીકંપના આંચકાઓના પગલે લોકોમાં ભયનો માહોલ

અમરેલી : ગુજરાતમાં ધરતીકંપની ઘટનાઓમાં ફરી એકવાર વધી ગઇ છે. ગુજરાતના કચ્છ બાદ અનેક જિલ્લાઓમાં ધરતીકંપની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતના અમરેલી જિલ્લામાં આજે ફરી એકવાર ધરતીકંપ અનુભવાયો હતો. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. ખાંભા તાલુકાના ભાડ, વાંકીયા, મિતિયાળા અને સાકરપરા ગામમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. 2 દિવસ પહેલા રાત્રે ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા. 

લાંબા સમય બાદ ફરી એકવાર સૌરાષ્ટ્રમાં તબક્કાવાર ધરતીકંપ
અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલીથી દક્ષિણે 42 કિલોમીટર દુર સવારે 10.27 વાગ્યે 2.8 ની તીવ્રતાનો ધરતીકંપ અનુભવાયો હતો. આસપાસના વિસ્તારોમાં આ ધ્રુજારી અનુભવાઇ હતી. ખાંભા, સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધરતીકંપનો અનુભવાયો હતો. જો કે જાનમાલને કોઇ નુકસાન નહી થયું હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં લાંબા સમય બાદ ફરી એકવાર ધરતીકંપના આંચકાઓ અનુભવાઇ રહ્યા છે. જેના કારણે લોકોમાં ફરી એકવાર ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. 

ધરતીકંપનો આંચકો હળવો હોવાથી લોકોને વિજાણુ માધ્યમો દ્વારા માહિતી મળી
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્સીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના અનુસાર આ ધરતીકંપનો આંચકો 3 ની તિવ્રતાનો હતો. જો કે આ ધરતીકંપના કારણે કોઇ પણ જાનમાલના નુકસાન અંગેની માહિતી હજી સુધી પ્રાપ્ત થઇ નથી. આ ઉપરાંત રિક્ટર સ્કેલ પર ધરતીકંપનો આંચકો હળવો હોવાના કારણે સામાન્ય નાગરિકોને ધરતીકંપ ની માહિતી પણ અન્ય વિજાણુ માધ્યમો દ્વારા મળ્યો હતો. હાલ તો સમગ્ર મામલે જિલ્લા તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારના નુકસાન અંગે માહિતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news