કચ્છમાં 4.1 અને 3ની તિવ્રતાના બે ધરતીકંપથી લોકોમાં ફફડાટ, તંત્ર એલર્ટ પર

ભુજ, અંજાર, ભચાઉ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં ભુકંપના આંચકાઓ આવ્યા હતા. સાંજે 07.01 મિનિટે આંચકાઓ અનુભવાયા હતા. આંચકાની તિવ્રતા વધારે હોવાનાં કારણે સમગ્ર વિસ્તારમાં ભુકંપના આંચકાઓ અનુભવાયા હતા. લોકો ગભરાઇને બહાર દોડી આવ્યા હતા. 

કચ્છમાં 4.1 અને 3ની તિવ્રતાના બે ધરતીકંપથી લોકોમાં ફફડાટ, તંત્ર એલર્ટ પર

અમદાવાદ : ભુજમાં સોમવારે ભુકંપના ઝટકાઓ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તિવ્રતતા 4.1-4.3ની હોવાનું સામે આવ્યું છે. ભચાઉની નજીક ભુકંપનું કેન્દ્ર હોવાનું સામે આવ્યું છે. હજી સુધી કોઇ હતાહત થયું હોવાનું સામે આવ્યું નથી. કચ્છ ભુજમાં ફરી એકવાર 2001ની યાદ સામે આવી ગઇ છે. ભુજના અનેક વિસ્તારોમાં ભુકંપનાં 4.1ની તિવ્રતાના ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા. 

કચ્છમાં 4.1ની તિવ્રતાના ભુકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ સર્જાયો
ભુકંપની તિવ્રતા 4.1 અને ભુકંપનો સમય સાંજના સાત વાગ્યાનો હોવાનું સામે આવ્યું છે. ભુકંપ 4.1ની તિવ્રતાનો હોવાનાં કારણે સામાન્ય લોકોને પણ અનુભવાયો હતો. જેથી લોકો મોટા પ્રમાણમાં ગભરાઇને દોડીને બહાર આવી ગયા હતા. ભચાઉથી નોર્થ ઇસ્ટ 23 કિલોમીટર હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી દક્ષિણ ગુજરાતમાં ભુકંપના આંચકાઓ અનુભવાયા બાદ હવે કચ્છમાં પણ ભુકંપનો આંચકો આવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આવેલા આંચકાઓ મહત્તમ 3ની તિવ્રતાના હતા. 

3ની તિવ્રતાના આફ્ટર શોક્સથી લોકોમાં ફફડાટ
કચ્છમાં 4.3ની તિવ્રતાના ધરતીકંપ બાદ લોલોનાં હૈયા થાળે પડ્યાહ તા ત્યાં ફરી એકવાર 3ની તિવ્રતાનો આફ્ટર શોક આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મોટા ભાગના વિસ્તારોમાં લોકો ઘરની બહાર જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તંત્ર પણ એલર્ટ પર છે. કઇ પણ પ્રકારની દુર્ઘટનાને પહોંચી વળવા માટે સ્ટેન્ડટુનો આદેશ આપવામાં આવ્યો છે. લોકોને પણ અફવાઓ નહી ફેલાવવા અને અફવાઓ તરફ નહી દોરવાવા માટેની અપીલ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news