ફટાફટ દોડો! બજારમાં અહીં ફટાકડાના વેપારીઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવા ગિફ્ટમાં અપાય છે સોનાની ભેટ..!

જામનગરમાં આ વર્ષે દિવાળીના તહેવારમાં ફટાકડાની બજારમાં 10% જેટલો ભાવ ઘટાડો આવતા ગ્રાહકોને સસ્તા ભાવ સાથે ફટાકડા મળતા વેપારીઓને સારા વેપારની આશા છે.

ફટાફટ દોડો! બજારમાં અહીં ફટાકડાના વેપારીઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવા ગિફ્ટમાં અપાય છે સોનાની ભેટ..!

મુસ્તાક દલ/જામનગર: જામનગરની બજારમાં દિવાળીના સમયે ફટાકડાના વેપારીઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવા ગિફ્ટમાં અપાઇ છે સોનાના દાણા....! જામનગરમાં આ વર્ષે દિવાળીના તહેવારમાં ફટાકડાની બજારમાં 10% જેટલો ભાવ ઘટાડો આવતા ગ્રાહકોને સસ્તા ભાવ સાથે ફટાકડા મળતા વેપારીઓને સારા વેપારની આશા છે.

જામનગર ફટાકડા એસોયેશનના પ્રમુખ અને ગોકુલનગર વિસ્તારમાં આવેલ સાઇરામ ધમાકા સેન્ટરના અલ્કેશભાઇ મંગે (કોબ્રાભાઈ) દ્વારા જણાવ્યા મુજબ જામનગર શહેરમાં લોકોને સ્ટાન્ડર્ડ કંપનીના અને વ્યાજબી ભાવે ફટાકડા મળી રહે તે માટે તમામ ફટાકડા સ્ટોલ ધારકો દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને આ વર્ષે કાગળ ફોટા અને પ્લાસ્ટિક, પૂઠા અને દારૂગોળા સસ્તો થવાના કારણે 8 થી 10 ટકા જેટલો ફટાકડામાં ભાવ ઘટાડો આવ્યો છે. 

જેના પગલે બજારમાં હવે ધીમે ધીમે ગ્રાહકોની ખરીદી પણ જોવા મળી રહી છે. ખાસ કરીને આ વર્ષે સાઈરામ ધમાકા સેન્ટર દ્વારા પણ માત્ર 2 હજાર રૂપિયાના ફટાકડાની ખરીદી ઉપર જ સોનાનો એક દાણો પણ ગીફ્ટમાં આપવામાં આવી રહ્યો છે અને જે ગ્રાહકોમાં ખૂબ આકર્ષણ જગાવી રહ્યું છે. આ વર્ષે ફટાકડાના ભાવમાં ઘટાડો થતાં બજારમાં ખરીદી દેખાતા વેપારીઓને પણ સારી દિવાળીની આશા જોવા મળી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news