આણંદ: તારાપુર હાઇવે પર સ્ત્રીવેશે ડ્રાઇવરોને લલચાવી લૂંટનારી ડફેર ગેંગ ઝબ્બે
Trending Photos
આણંદ : આણંદની લોકલ ક્રાઇમબ્રાંચ પોલીસે તારાપુર-વટામણ હાઇવે પર ટ્રક ચાલકોને માર મારીને લૂંટી લેતી ડફેર ગેંગનો પર્દાફાશ કર્યો છે અને તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે જ આણંદ, ભરૂચ અને વડોદરા જિલ્લામાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાઇ ચુક્યો છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર લોકડાઉન દરમિયાન વટામણથી તારાપુર તરફ આવવાનાં રોડ પર કસ્બારા અને ગલીયાણા ગામની સીમમાં ટ્રક ચાલકોને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ લૂંટી લેવાની ઘટનાઓ સામે આવતા ડીએસપી અજીત રાજીઅનની સુચના અને માર્ગદર્શન અનુસાર એલએસબી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હતી.
જેમાં આ લૂંટો પાછળ ડફેર ગેંગનો હાથ હોવાની માહિતી મળી હતી. પોલીસે હાલ સક્રિય એવા ડફેરોની તપાસ હાથ ધરતા ધોળકા જિલ્લાનાં ગાંગડ ગામે રહેતા જમાલ દાઉદ સિન્ધી અને તેની ગેંગ સક્રિય હોવાની માહિતી મળતા જ એલસીબીની ટીમ ગાંગડ ગામે ત્રાટકી હતી. જેમાં દામોદર શ્રીમાળી અને ઘનશ્યામ અરજણભાઇ દેવીપુજકને ઝડપી પાડ્યા હતા. પોલીસ મથકે લાવીને પુછપરછ ચલાવાઇ રહી છે.
સાત ટ્રક ચાલકોને માર મારીને લૂંટ ચલાવાઇ
ત્રણેક મહિના પહેલા ભાવનગર જિલ્લાનાં વરતેજ ગામના ટ્રક ચાલક શંકરસિંહ રાજપુર ભંગારનો સ્ક્રેપ ભરી કાલોલ જવા માટે નિકળ્યા હતા. આ દરમિયાન વહેલી સવારના ચારેક વાગ્યા આસપાસ ઉંઘના કારણે ઉભી રાખી હતી. દરમિયાન બે શખ્સોએ આવી તેને ખેતરમાં ઢસડી જઇને માર માર્યો હતો. નાણા તથૈ વસ્તુ લૂંટી લીધી હતી. આ પ્રકારે 7 ટ્રક ચાલકોને ઝડપી લેવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે