ઇ-કોમર્સ માધ્યમથી ડ્રગ્સની હેરાફેરી, રાજ્યમાં મામલતદારથી માંડીને મેડિકલ સ્ટુડન્ટ સહિત 300 ગ્રાહકો

રાજ્યભરમાં તેમના 300થી વધુ ગ્રાહકોનું નેટવર્કમાં જેમાં મામલતદારથી માંડીને મેડીકલના વિદ્યાર્થીઓ તેમના કસ્ટમર હતા. અત્રે મહત્વનું એ છે કે તે છોકરીઓનો પેડલર તરીકે ઉપયોગ કરતા હતા અને આરોપીઓ ડ્રગ્સના બદલામાં યુવતીઓ પાસે સેક્સ માણતા હતા. આરોપીઓ રેવ પાર્ટી આયોજિત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. 

ઇ-કોમર્સ માધ્યમથી ડ્રગ્સની હેરાફેરી, રાજ્યમાં મામલતદારથી માંડીને મેડિકલ સ્ટુડન્ટ સહિત 300 ગ્રાહકો

ઉદય રંજન, અમદાવાદ: ગુજરાત એટીએસ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે અમરેલીના આકાશ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. આકાશ ની ધરપકડ બાદ ગુજરાત એટીએસની પૂછપરછમાં ભાંગી પડેલા આરોપીએ કેટલીક ચોંકાવનારી હકીકત કીધી છે જેમાં સૌરાષ્ટ્ર જિલ્લાની એક માલતદાર પણ આકાશના ગ્રાહક હોવાનું સામે આવ્યું છે. ત્યારે આગામી સમયમાં ગુજરાત એટીએસની તપાસ હવે સૌરાષ્ટ્ર જિલ્લાના મામલતદાર સુધી પહોંચી શકે છે.

આરોપી ઇ-કોમર્સ માધ્યમથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. જેમાં મોર્ડન.મોલ.ઇન.કોમ, મોર્ડન દુકાન.ઇન.કોમ, ઇન્ડિયન સુપર ડીલ. ઇન, યુએસએ સુપર ડીલ.કોમ, ગિફ્ટઓઝા.ઇન, અમેઝોન જેવી ઇ કોમર્સ વેબસાઇટનો ઉપયોગ કરતા હતા. રાજ્યભરમાં તેમના 300થી વધુ ગ્રાહકોનું નેટવર્કમાં જેમાં મામલતદારથી માંડીને મેડીકલના વિદ્યાર્થીઓ તેમના કસ્ટમર હતા. અત્રે મહત્વનું એ છે કે તે છોકરીઓનો પેડલર તરીકે ઉપયોગ કરતા હતા અને આરોપીઓ ડ્રગ્સના બદલામાં યુવતીઓ પાસે સેક્સ માણતા હતા. આરોપીઓ રેવ પાર્ટી આયોજિત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. 

વર્ષ 2019થી ડ્રગ્સની દુનિયામાં પગપેસારો કરનારા આકાશ મૂળતો કોમ્પ્યુટર ઈજનેર સુધીનો અભ્યાસ કરેલો છે. આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પૈસા વધુ કમાવવાની લાલચમાં પહેલા ડ્રગ્સ પીવાનું શરૂ કર્યું અને બાદમાં ડ્રગ્સ વેચવાનું આકાશે શરૂ કરી દીધું હતું. સૌથી પહેલા આકાશે ગાંજા વેચવાની શરૂઆત કરી હતી જેમાં ડબલ પ્રોફિટ મળતો હતો અને વધારે નફાની લાલચે ધીમે ધીમે ડ્રગ્સનું પણ વેચાણ શરૂ કરી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે આકાશે પોતાના ગ્રાહકોને સપ્લાય કરવાનું જેમાં પહેલા સોશિયલ મીડિયાના માધ્યથી સંપર્ક કરી ડ્રગ્સનું વેચાણ કરતો હતો, સમય સાથે ગ્રાહકોની માંગ વધતા ઓનલાઇન વેબસાઈટ બનાવી ઓનલાઇન ડ્રગ્સનું વેચાણ શરૂ કરી દીધું હતું. જેમાં જીવન જરૂરિયાત પ્રોડક્ટની આડમાં કુરિયર મારફતે ગ્રાહકોને ડ્રગ્સ તેઓના ઘર સુધી પહોંચાડતો હતો અને આંગડિયા મારફતે પૈસા મેળવતો હતો. જેમાં પ્રથમ વખત ગ્રાહક સાથે આકાશ વીંઝવા ડીલ કરતો હતો અને ત્યારબાદ બીજી વખત માલ સપ્લાય કરવાની વાતચીત આરોપી કરણ વાઘ કરતો હતો. કારણ વાઘને ગુજરાતનો સૌથી મોટો ડ્રગ્સ ડીલર બનાવના સપના જોતો હતો.
ઇ-કોમર્સ માધ્યમથી ડ્રગ્સની હેરાફેરી, રાજ્યમાં મામલતદારથી માંડીને મેડિકલ સ્ટુડન્ટ સહિત 300 ગ્રાહકો

આરોપી

ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આકાશની હાલ મેરેથોન પૂછપરછ હાથ ધરાઈ રહી છે. જેમાં આકાશ હાલ ગુજરાત એટીએસના નદમસ્તક થઈને તમામ હકીકત બોલી રહ્યો છે. જેમાં આકાશ દ્વારા આ આખુય ડ્રગ્સનું નેટવર્ક ઓનલાઇન એમેઝોન નામથી ચલાવામાં આવતું હતું. એમેઝોનની વેબસાઈટ પર મટિરિયલ વેચવા માટેનું રજીસ્ટર આકાશે કરાવેલું હતું. અને તેના બદલામાં એમેઝોન કંપની દ્વારા આકાશને બોક્સ અને સ્ટીકર કંપની મારફતે આપવામાં આવતા હતા અને તેની આડમાં આકાશ એમેઝોન ના બોક્સમાં કુરીયર મારફતે સપ્લાય કરતો હતો બીજી તરફ કોઈને શંકા ન જાય તે માટે થઈને પેકેટમાં અલગ અલગ વસ્તુઓની અંદર ડ્રગ્સ મૂકી અને સંતાડીને સપ્લાય કરતો હોવાની કેફિયત વર્ણવી છે. ત્યારે હાલ એટીએસે વધુ દસ્તાવેજી પુરાવા એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે.

આકાશના બેંક એકાઉન્ટમાંથી રોકડા ૨૭ લાખ મળી આવ્યા છે. ત્યારે આ તમામ રૂપિયા તેણે ડ્રગ્સની વેચાણમાંથી જ કમાયા હોય તેવો અંદાજો હાલ ગુજરાત એટીએસ લગાડી રહી છે. ઉપરાંત અમરેલીમાં તેણે પોતાના બે મકાન પણ બનાવ્યા છે મોટાભાગના તેના ગ્રાહકો મેડિકલ વ્યવસાય અને મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ બરોડા રાજકોટ ભાવનગર અને જુનાગઢ આ તમામ જગ્યાઓ પર આરોપી આકાશનાના ગ્રાહકો હતા. આગામીસમયમાં હજી બીજા કેટલાય લોકોના નામ આ સમગ્ર ડ્રગ્સ કાંડમાં સામે આવી શકે છે અને તેવા તમામ લોકોની ગુજરાત એટીએસ પૂછપરછ પણ હાથ ધરી શકે છે અને રાજુલાના માલતદારની પણ આ કેસમાં ઉલટ તપાસ થઈ શકવાના એંધાણ રચાઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news